ઈદ ઉપર વર્ષો પછી શાહરુખ- સલમાનનું નવું ગીત લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ઘણા સમયથી અબોલાની દીવાર હતી, જેના કારણે લગભગ એક દાયકા સુધી બંને સાથે એક મુવીમાં જોવા નહોતા મળ્યા પરંતુ પાછલા થોડા સમયથી જૂની દુશ્મનાવટ ભૂલી આ બંને દોસ્ત સાથે આવી ગયા છે.

clip 2 e1529096176837

ઈદના આગળ દિવસે બંને દ્વારા તેઓના ફેન્સને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવા શાહરૂખના આગામી મુવી “ઝીરો”નું એક સોન્ગ લોન્ચ કર્યું હતું જેમાં શાહરુખ ખાન એક વામનના કિરદારમાં છે અને સલમાન ખાન લોક લાડીલા પર્ફોમરના રૂપમાં છે.

આ ગીતમાં શાહરૂખને વામન બતાવવા માટે વપરાયેલી સ્પેશલ ઇફેક્ટ્સ ખુબજ રોચક અને અદભુત છે. કેમેરાની કરામતનો ઉત્કર્ષ નમૂનો આ ગીતની સિનેમેટોગ્રાફીમાં જોવા મળે છે.

TAGGED:
Share This Article