સલમાન સાથે કિસિંગ સીન બાદ દિશા ફરીવાર ચર્ચામાં

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : સલમાન ખાન અને દિશા પટની વચ્ચે કિસિંગ સીનની હવે ભારે ચર્ચા જોવા મળી રહી છે. સલમાને પોતાની કેરિયરમાં ફિલ્મમાં ક્યારેય કોઇ કિસિંગ સીન કર્યા નથી. સલમાને નો કિસિંગ સીન પોલીસી અપનાવી હતી. જો કે આ પોલીસી હવે તુટી ગઇ છે. ફિલ્મ ભારતમાં દિશા અને સલમાન વચ્ચે કિસિંગ સીન છે. દિશા સલમાન સાથે કામ કરી રહી છે. ફિલ્મના ટ્રેલરને રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ ચર્ચા છે. ફિલ્મના ગીત સ્લો મોશનમાં દિશા અને સલમાન ખાન છે. ગીતમાં બંનેની હોટ કેમેસ્ટ્રી જાઇ શકાય છે. ભારત ફિલ્મ પાચમી જુને રજૂ કરવામાં આવનાર છે.

દિશા પાટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૩ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના તમામ ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યા છે.દિશાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ પોસ્ટમાં એક બુમરેંગ વિડિયો રજૂ કર્યો છે. જેમાં તે ખુબસુરત અને બોલ્ડ નજરે પડી રહી છે. અલબત્ત આ વિડિયો એકદમ નવો નથી પરંતુ તે વધારે જુનો પણ નથી. દિશાના બુમરેંગ વિડિયોને ૧૦ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે.

 

 

Share This Article