ટાઈગર ૩ ફિલ્મના સેટ પર ઘાયલ થયો સલમાન ખાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલ ટાઈગર ૩ નું શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાન ખાન આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ટાઈગર ૩ સફળ જશે તેવી ચાહકોને અપેક્ષા છે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ અંગે ચર્ચા સાંભળવા મળી રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મમાં શાહરુખ ખાન કેમિયો કરી શકે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. હવે સલમાન ખાનને ઇજા થતાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. સલમાનને ખભા પર ગંભીર ઇજા થઈ છે. આ ઇજાનો ફોટો સલમાને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં સલમાનને ખભા પર પટ્ટી બાંધી હોવાનું જાેવા મળી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી શકી નથી. જેના બાદ હવે સલમાનને ઇજા થતાં વધુ એક ઝટકો લાગ્યો છે. હાલ ટાઈગર ૩ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ચાલુ વર્ષે આવેલી શાહરુખ ખાનની પઠાણ ફિલ્મનો રેકોર્ડ તોડવા પર સલમાનની નજર હોઈ શકે છે. જાેકે, આ ફિલ્મ કેટલી હીટ જશે તેનો ર્નિણય તો દર્શકો કરશે. અત્યારે તો ઇજાના કારણે સલમાન ખાને શૂટિંગમાંથી બ્રેક લીધો છે. અત્યાર સુધીમાં ટાઈગર ફીલ્મ ફ્રેન્ચાઇઝી હેઠળ બે પાર્ટ્‌સ રિલીઝ થઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૭માં આ ફિલ્મનો છેલ્લો ભાગ ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. આંકડા મુજબ ૨૨ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ૪૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં આ ફિલ્મની કમાણી ૧૨૪ કરોડ જેટલી રહી હતી. સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ટાઈગર ઝિંદા હૈ ચોથા ક્રમે છે. સલમાન ખાનની ટાઈગર ૩ માટે ઘણા ચાહકોમાં ઉત્સાહક જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ આગામી દિવાળી પર રિલીઝ થઈ શકે છે. અગાઉ આ ફિલ્મ ૨૧ એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટને આગળ ધપાવી દેવાઈ છે. હવે આ ફિલ્મ ચાલુ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

Share This Article