સલમાન ખાન આમ તો રેસ-3ને લીધે ચર્ચામાં છે. તે સિવાય સલમાન ખાનને મારવાની ધમકી મળી હોવાને કારણે પણ તે ચર્ચામાં છે. સલમાન ખાનને કાળિયાર કેસમાં જ્યારે જોધપૂર કોર્ટ લઇ જવામાં આવ્યો હતો, ત્યારે બિશ્નોઇ સમાજના લોરેંસ બિશ્નોઇએ સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી. તેના ઇશારે કામ કરનાર નેહરાને હરિયાણા પોલીસે હૈદરાબાદથી ઝડપી લીધો છે. શું તેની ધરપકડ બાદ સલમાનની ચિંતા ટળી ગઇ છે.
સલમાન ખાનની સિક્યોરીટીમાં નેહરાની ધરપકડ બાદ સિક્યોરીટી વધારી દેવામાં આવી છે. સંપત નેહરાને જ્યારે દબોચી લીધો હતો ત્યારે તેની પાસેથી જપ્ત કરેલા મોબાઇલમાંથી સલમાનના ઘરનો ફોટો મળી આવ્યો હતો. જાણવા મળ્યુ છે કે, નેહરાને મુંબઇ સલમાનની ગતિવીધીઓની રેકી કરવા માટે મોકલવામાં આવ્યો હતો. સલમાનનું કાસળ કાઢી નાંખ્યા બાદ તે વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો.
આવી મોટી ધમકી બાદ સલમાન ખાનની સિક્યોરીટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. શેરા તેનો બોડીગાર્ડ છે. તે સિવાય પણ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે સલમાન ખાન ઉપરથી આ ગ્રહણ ક્યારે ટળે છે તે જોવું રહ્યું. હાલ પૂરતી તો સલમાનની સિક્યોરીટી વધારી દેવામાં આવી છે.