રેમો ડિસુઝા દ્વારા ડિરેક્ટ અને સૌથી વધુ હિટ ફ્રેન્ચાઈઝીસનો ત્રીજો હિસ્સો, રેસ ૩માં સલમમાન ખાન અગ્રણી ભૂમિકામાં છે, સાથોસાથ અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલીન ફર્નાન્ડિસ, ડેઈઝી શાહ, સાકીબ સલીમ અને ફેડી દારૂવાલા અગ્રણી ભૂમિકામાં છે. એન્ડપિક્ચર્સ, નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલએ તૈયાર છે, રેસ ૩ના પ્રિમિયર માટે રવિવાર, ૨૮મી એપ્રિલના સવારે ૧૧.૩૦ વાગે. આ મૂવીમાં ગુનેગારના પરિવારના સંબંધ અને વફાદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે તેમના એક મોટી મુશ્કેલીના સમયમાં આઘાતજનક ઉદ્દેશો અને પરિક્ષણો આવે છે, ત્યારે બધાની ચકાસણી થાય છે.
ચળકાટ, ગ્લેમ અને સ્ટાઈલથી ભરપૂર આ મૂવીમાં આકર્ષક લોકેશન, એક ગુંચવણભર્યો પ્લોટ, વાંકાચુકા વણાંકો, દેખાવમાં સુંદર પુરુષો અને મહિલાઓ એક બીજાને ડબલ ક્રોસ કરી રહ્યા છે તથા દિલધડક સ્ટંટ અને તે તમને સીટ પર જકડી રાખશે. સલમાન જે આ મૂવીમાં સિકંદર સિંઘનું પાત્ર કરી રહ્યો છે, તેમને આ મૂવીની કેટલીક પળો વિશે તથા તેના પાત્ર અને ફિલ્મની સાથે તેમના જોડાણ વગેરે અંગે, ફિલ્મના ટેલિવિઝનના પ્રિમિયર પ્રસંગે ચર્ચા કરી. સલમાન ખાન જે, આ મૂવીમાં સિકંદર સિંઘનું પાત્ર ભજવી રહ્યા છે, તે તેમના પાત્ર અને આ ફિલ્મની સાથે તેના જોડાણ અંગે નિખાલસ ચર્ચા કરી રહ્યા છે.
૧. રેસ ૩ જેવી ફિલ્મ કરવા માટે તમે શું વિચાર્યું?
આ ફિલ્મ મેં ભૂતકાળમાં કરેલી ફિલ્મોથી ઘણી અલગ છે. હું આ ફિલ્મ કરવા માટે અત્યંત ડરેલો હતો, કારણકે, હું જાણતો ન હતો કે, હું આમાં ફિટ થઈ શકીશ કે નહીં અને કઈ રીતે, હું મૂવીમાં ફાળો આપી શકીશ. પરંતુ, એક થોડી ગોઠવણો અને ફેરફારો કર્યા પછી, મેં નક્કી કર્યું કે, આ મૂવીની સાથે જોડાવું અને કરવું એ ખૂબ જ મજા આવશે. મારી દ્રષ્ટિએ રેસ ૩એ એક સંગીતમય એક્શન બોનાન્ઝા છે, જ્યાં ફિલ્મ જીવનથી પણ મોટે દર્શાવવામાં આવી છે.”
૨. તમે સિકંદર સિંઘને કઈ રીતે વર્ણવો છો? આ પાત્ર તમે કરવામાં આવેલા અન્ય પાત્ર થઈ અલગ કઈ રીતે છે?
સિકંદર અત્યંત શાર્પ વ્યક્તિ છે, સાથોસાથ ઊંડાણપૂર્વકનું રમૂજ પણ ધરાવે છે. તે કોઈપણ એક પોઈન્ટ પર એટલો ક્રુર છે, જ્યાં તે, લાગણીઓને દબાવી શકે છે, જેનાથી તે અન્યને ધાર પર રાખી શકે છે. આ બધુ જ એટલા માટે છે, કેમકે અંત સુધી તેના માટે થોડું થોડું જ જાહેર થાય છે.
૩. અનિલ કપૂરએ એકમાત્ર એવું પાત્ર છે, રેસ પ્રેન્ચાઈઝીના પ્રથમ મૂવીથી સતત છે. તેમની સાથે કામ કરવાનું કેવું લાગ્યું?
મેં અત્યાર સુધી જેમની પણ સાથે કામ કર્યું છે, તેમાંથી અનિલ કપૂરએકદમ ઉમદા સ્વભાવના તથા પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે.તે એક એવા અભિનેતા છે, જે ખરેખર તે જે કામ કરે છે, તેનો આદર કરે છે અને ખાતરી કરે છે કે, તે જે પાત્ર કરે છે, તે સંપૂર્ણપણે યોગ્ય હોય. પછી તે, નો એન્ટ્રીમાં કિશન હોય કે પછી રેસ ૩માં શમશેર સિંઘ હોય- તે અદ્દભુત છે. એ રેસ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો તેની શરૂઆતના પહેલાથી જ તેનો હિસ્સો છે, પરંતુ જ્યારે આ મૂવીની વાત આવે, ત્યારે તે એકદમ કોરા છે અ તેઓ દરેકની સાથે ખૂબ સારી રીતે કામ કરે છે અને ખાતરી કરે છે કે, તેઓ તેમના સહ-કલાકારોની સાથે પછી ભલે તે, પુરુષ કે મહિલા હોય તે આરામદાયી રહે છે.
૪. જેકલીન ફર્નાન્ડિસની સાથે આ તમારી બીજી ફિલ્મ છે. હીરિયે અને જુમ્મે કી રાતની વચ્ચે તમારું પસંદગીનું ગીત ક્યું છે?
જુમ્મે કી રાતએ એક ચાર્ટબસ્ટર હતું અને હિરિયેમાં અમારી કેમિસ્ટ્રી સામે આવી છે. એકનીસ મે બીજાની પસંદગી કરવી ખોટી છે. મને બંને ગમે છે.
૫. જ્યારે તમે રેસ ૩માં આવ્યા તે મોટી બની ગઈ. તમે ફિલ્મ માટે શું કહેશો?
ફ્રેન્ચાઈઝીની અન્ય ફિલ્મો કરતા આ ફિલ્મને મોટી કરવાનો વિચાર હતો. એક્શન સિન્સથી લઇને, દેખાવની જાણવણી અને મૂવીનું ફિલ, અમે બધામાંથી આગળ આવ્યા અને અમે આ બધામાં બહાર આવ્યા છીએ. થોડી અટકળો હતી અને ઘણી બધી મહેનત હતી, પરંતુ જે ફિલ્મ બની તેનાથી અમે અત્યંત ખુશ થયા. જેકલીન અને ડેઈઝીના પર્ફોર્મન્સ પ્રસંશનિય છે.