કાળીયાર હરણના શિકાર મામલે સલમાન ખાન સામે જોધપુર કોર્ટ દ્વારા ૫ વર્ષની સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આજે બે દિવસ પછી સલમાન ખાનના જામીન મંજૂર થઈ ગયા છે.
જોધપુર કોર્ટમાં તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોધપુરની કોર્ટના જજ આર કે જોશીએ સૂનાવણી શરૂ કરી હતી. આજે જજે બંને વકીલોની પ્રારંભિક દલીલો સાંભળી હતી. જેમાં સરકારી વકિલે સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તો સલમાને જામીન માટેની તમામ શરતો માની હતી.
મહત્વનું છે કે જે જજ જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા છે તેમની પ્રમોશન સાથે બદલી થઇ છે. રાજસ્થાનમાં સાગમટે થયેલી ૮૭ જજોની બદલીમાં સલમાનના જામીનની સૂનાવણી કરી રહેલા આર કે જોશીની પણ બદલી કરાઇ છે. આર કે જોશીની સિરોહી બદલી કરાઇ છે. જયારે કે તેમના સ્થાને જજ ચંદ્રકુમાર સોંગરાની બદલી કરાઇ છે.