જોધપુર : કાળા હરણ શિકાર કેસમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાન આજે જોધપુરની જિલ્લા અને સત્ર કોર્ટમાં હાજર રહ્યો ન હતો. કોર્ટમાં આગામી સુનાવણી હવે ૧૯મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. સલમાન ખાનના વકીલે રજૂઆત કરી હતી કે રિયાલિટી શો બિગ બોસના શુટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે હાજર થઇ શક્યો નથી. કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. આ મામલામાં સલમાન ખાન હાલમાં જામીન પર છે. કોર્ટે તે પહેલા ચોથી જુલાઇના દિવસે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે કોર્ટમાં હાજર ન થવાની સ્થિતીમા તેમના જામીન રદ થઇ શકે છે.
હાલમાં જ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.સલમાન ખાનને જાનમથી મારી નાંખવાની ધમકી ૧૬મી સપ્ટેમ્બરના દિવસે ફેસબુક પર મળી હતી. એક પોસ્ટ મારફતે સલમાન ખાનને આ ધમકી મળી હતી. સલમાન ખાને તેને દોષિત જાહેર કરતા ચુકાદાની સામે કોર્ટમાં અપીલ કરેલી છે.
આ ઘટના ફિલ્મ હમ સાથ સાથ હેના શુટિંગ દરમિયાન બની હતી. વર્ષ ૧૯૯૮માં આ બનાવ બન્યો હતો. કોર્ટે પુરાવાના આભાવમાં સેફ, સોનાલી, તબ્બુ, નિલમ અને અન્યોને નિર્દોષ છોડીસ દીધા હતા. કાળા હરણના શિકારના કેસમાં સલમાન ખાનની સામે બે કેસ ચાલી રહ્યા છે. પ્રથમ કેસ શિકાર સાથે જોડાયેલો છે. બીજા કેસ ગેરકાયદે હથિયાર રાખવા સાથે સંબંધિત છે. જેમાં તે વર્ષ ૨૦૧૬માં નિર્દોષ છુટી ગયો હતો. શિકાર કેસમાં સલમાનની મુશ્કેલી હાલમાં સંપૂર્ણ પણે દુર કરવામાં આવી નથી. તેના પર ખતરો અકબંધ રહેલો છે.