સલમાન એક હીરો નહીં બલ્કે એક નિર્દેશક બનવા ઇચ્છુક હતો પરંતુ તેની ખૂબસુરતીના કારણે તેને હીરો તરીકે લેવા નિર્માતા નિર્દેશકો ઇચ્છુક હતા. સલમાન અંગે રસપ્રદ બાબતો નીચે મુજબ છે.
- ૧૯૮૮માં સહાયક અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ બીબી હો તો ઐસી રજૂ થઈ હતી. ફિલ્મમાં ફારુક શેખ અને રેખાની મુખ્ય ભૂમિકા હતી
- ૧૯૮૯માં અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રજૂ થઈ હતી
- ફિલ્મ રજૂ થતા પહેલા સલમાનની સંગીતા બિઝલાની સાથે રોમાન્સની ચર્ચા હતી
- વર્ષ ૨૦૦૪માં પીપલ્સ મેગેઝિને સલમાનને બેસ્ટ લુકીંગ મેન ઇન ધ વર્લ્ડની યાદીમાં ભારતમાં પ્રથમ સ્થાને મૂક્યો
- સલમાન ધર્મેન્દ્રનો હમેશા ચાહક રહ્યો છે. આજે પણ સલમાનના પસંદગીના અભિનેતા તરીકે ધર્મેન્દ્ર જ છે
- સલમાન ધર્મેન્દ્રની સાથે પ્યાર કિયા તો ડરના ક્યાંમાં કામ કરી ચૂક્યો છે
- એમ કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં કામ કરવા માટે એક પણ રૂપિયો લીધો ન હતો
- ધર્મેન્દ્રનું કહેવું છે કે સલમાન તેને પોતાની જવાનીના દિવસો યાદ અપાવે છે
- હેમામાલિનીને સલમાન પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે
- બોક્સ ઓફિસ ઉપર સલમાનની લોકપ્રિયતા તમામ કલાકારો કરતા વધુ રહી છે
- સલમાન અને આમિર ખાનની મિત્રતા ખૂબ જાણીતી રહી છે
- અનેક અભિનેત્રીઓ સાથે તેના પ્રેમ સંબંધની ચર્ચા રહી છે જેમાં સોમી અલી બાદ અશ્વૈર્યા રાયનો પણ સમાવેશ થાય છે
- સલમાન અને ઐશ્વર્યાના સંબંધ તૂટ્યા બાદ વિવેક સાથે સલમાનની બોલાચાલી થઈ હતી
- વિવેકે સલમાનની માફી માગી હતી પરંતુ વિવેકને સલમાને હજુ સુધી માફ કર્યો નથી
- સલમાનના નજીકના લોકોનું કહેવું છે તે કોઈના ઉપર ગુસ્સે થાય છે તે સરળતાથી માફ કરતો નથી
- કેટરીના કૈફ સાથે તેના સંબંધ રહી ચૂક્યા છે. કેટરીનાની કેરિયરમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે
- સલમાનને એવોર્ડ ઉપર વિશ્વાસ નથી
- સલમાન પોતાના પિતાથી ખૂબ ડરે છે. સલમાન હમેશા ફિટનેશ જાળવી રાખવા કસરતમાં વ્યસ્ત
- રિતીક રોહિત સહિત ઘણા કલાકારો તેની ફિટનેશની ટિપ્સ લઈ ચૂક્યા છે
- સલમાનના પિતા મુસ્લિમ અને માતા હિંદુ છે
- સલમાન દરેક તહેવારની ઉજવણી શાનદાર રીતે કરે છે
- અનેક સ્વૈચ્છિક સંસ્થા સાથે પણ જાડાયેલો છે અને ખૂબ મદદ કરે છે
- સલમાન હમેશા મોંઘી ચીજવસ્તુ પોતાના મિત્રોને આપે છે
- સલમાનના બિગ બોસ અને દસ કા દમ શોએ પણ ખૂબ લોકપ્રિયતા મેળવી છે
- સલમાન ખાનને હાલમાં જ હિટ એન્ડ રન કેસમાં મુક્તિ મળી ચુકી છે અને તે આરોપમાંથી નિર્દોષ છુટી ગયો છે
- શિકાર કેસમાં સલમાન ખાન જેલમાં પણ રહી ચૂક્યો છે
- સલમાનનું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે