મુંબઇ : અભિનેતા અને ફિલ્મ નિર્માણ સાથે જાડાયેલા અરબાજ ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ એપ્રિલ મહિનાથી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સાથે જાડાયેલા તમામ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. આ ફિલ્મના શુટિંગ પહેલા સલમાન ભારત ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરશે. સોનાક્ષી સિંહાને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનુ નિર્દેશન અરબાજ કરનાર છે. અરબાજે કહ્યુ છે કે સલમાન ખાન અભિનિતિ દબંગ-૩ ફિલ્મ પર હવે ટુંક સમયમાં જ કામ હાથ ધરવામાં આવનાર છે. આના માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.
આ સંબંધમાં વાતચીત કરતા અરબાજે કહ્યુ છે કે તે પોતાની ફિલ્મ ઉપરાંત ભાઇ સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મની તૈયારીમાં લાગેલો છે. અરબાજે કહ્યુ છે કે દબંગ-૩ પર કામ આગળ વધારી દેવામાં આવ્યુ છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ દબંગ-૩ પ્રિ પ્રોડક્શન માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે છેલ્લા દોઢ વર્ષથી વધારે વ્યસ્ત રહ્યો છે. આ ગાળામાં એક અભિનેતા તરીકે સતત છ ફિલ્મોમાં તે કામ કરી ચુક્યો છે. આવનાર દિવસોમાં તે એક્ટિંગના કામને ઘટાડી દેવા ઇચ્છુક છે.
જેથી તે દબંગ-૩ પર કામ શરૂ કરી શકશે. તેનુ કહેવુ છે કે તે દબંગ માટે કામ કરશે ત્યારે તમામ ધ્યાન તેના પર કેન્દ્રિત કરશે. તેનુ કહેવુ છે કે ત્રીજા ભાગ માટે અમારી પાસે કેટલીક પટકથા છે. પરંતુ યોગ્ય પટકથાને મુકવામાં આવનાર છે. હાલમાં તે સલમાન સાથે જુદી જુદી પટકથા પર વાત કરી રહ્યો છે. ત્યારબાદ કોઇ એક પટકથા ફાઇનલ કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મ પર આ વર્ષે ં કામ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં પાંચ ગીતો તો ચોક્કસ રહેશે.અગાઉની ફિલ્મની જેમ દબંગ-૩ ફિલ્મને પણ સફળ કરવા માટે તમામ મશાલા ઉમેરી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.