મુંબઇ : બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે સંજય લીલા ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મની પટકથાને લઇે ચર્ચા રહ્યા બાદ હવે કલાકારોના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે. જે પૈકી સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપડાને લેવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. પ્રિયંકા ચોપડાએ થોડાક સમય પહેલા સલમાન ખાનની સાથે તેની ફિલ્મ ભારત છોડી દીધી હતી. જો કે હવે તે ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. સંજય લીલા સાથે પ્રિયંકાની વાત થઇ ચુકી છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ સંજય લિલા દ્વારા ફિલ્મનુ નામ નોંધાવી લીધુ છે. ફિલ્મનુ નામ ગંગુબાઇ રાખવામાં આવ્યુ છે. ફિલ્મ ગંગુબાઇ એક વેશ્યાના જીવન પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પણ ટુંકા રોલમાં નજરે પડી શકે છે. લીડ રોલ માટે પ્રિયંકાની પસંદગી કરવામાં આવી ચુકી છે. જો તમામ બાબતો સારી રીતે આગળ વધશે તો સલમાન અને સંજય સાત વર્ષ બાદ ફરી એકસાથે દેખાશે. આ પહેલા સાવરિયામાં પણ બંને સાથે દેખાયા હતા.
રસપ્રદ બાબત એ છે કે ગંગુબાઇ નામ નક્કી કરતા પહેલા ફિલ્મનુ નામ હીરા મંડી રાખવાની વાત થઇ હતી. જા કે અંતે ફિલ્મનુ નામ ગંગુબાઇ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો. ટુંક સમયમાં જ સંજય લીલા હવે પ્રિયંકા સાથે અંતિમ વાત કરશે. સલમાન સાથે પ્રિયંકાને ભારત ફિલ્મમાં લેવામાં આવી હતી. જો કે એ વખતે તે કામ કરવાનો ઇન્કાર કરી ગઇ હતી. તે નિક જાનસની સાથે સગાઇ અને લગ્નને લઇને વ્યસ્ત હતી.
એવુ કહેવામાં આવે છે કે ગંગુબાઇ એક વેશ્યાલય ચલાવતી હતી અને તેના કારણે મળતા પૈસાનો ઉપયોગ તે યુવતિઓના શિક્ષણ પર ખર્ચ કરતી હતી. પ્રિયંકા ચોપડા પહેલા પણ સંજય લીલા સાથે કામ કરી ચુકી છે. સંજય લીલાની ફેવરીટ સ્ટાર પણ રહી ચુકી છે.