સલમાન -આલિયાની ફિલ્મનુ શુટિંગ ફ્લોરિડામાં શરૂ કરાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : સાંવરિયા બાદ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સંજય લીલાની ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. ફિલ્મ ઇંશાઅલ્લાહમાં સલમાન અને આલિયા ભટ્ટ ભૂમિકા કરવા જઇ રહ્યા છે. ફિલ્મને લઇને ટુંક સમયમાં જ શુટિંગ કરવામાં આવનાર છે. અમેરિકાના ફ્લોરિડા ખાતે શુટિંગ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છેકે સલમાન ખાન ફિલ્મમાં એક ૪૦ વર્ષીય બિઝનેસમેનની ભૂમિકા અદા કરનાર છે. જ્યારે આલિયા ભટ્ટ ફિલ્મમાં ગંગા કિનારે રહેનાર એક યુવતિની ભૂમિકામાં નજરે પડનાર છે. જે અભિનેત્રી બનવા માટેના સપના જુએ છે.

સલમાન ખાન એક બિઝનેસમેનની ભૂમિકામાં છે. જે ઔરલેન્ડોમાં રહે છે. ફિલ્મના શુટિંગ માટે સંજયલીલા અને તેમની ટીમ વારાણસી પહોંચનાર છે. ટીમ દ્વારા હરિદ્ધાર, રિરિકેશ અને અન્ય જગ્યા પર પણ શુટિંગ કરવામાં આવનાર છે. ફિલ્મની પટકથા પર સંજય લીલા છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા હતા. ફિલ્મની ટીમ હવે આગામી ત્રણ સપ્તાહમાં શુટિંગ માટે યોગ્ય જગ્યા શોધી કાઢવા જઇ રહી છે. આ લોકેશન અમેરિકામાં ફ્લોરિડા હોઇ શકે છે. આ લોકેશન ઔરલેન્ડો અને મિયામી વચ્ચે કોઇ જગ્યાએ હોઇ શકે છે.

ફિલ્મમાં સલમાન ખાનની સાથે પ્રથમ વખત આલિયા ભટ્ટ કામ કરી રહી છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી ફિલ્મ તરીકે રહેશે. જેને વર્ષ ૨૦૨૦માં ઇદ પર રજૂ કરવા માટેની તૈયારી ચાલી રહી છે. સંજય લીલાની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ સફળતા મેળવી રહી છે. આવી સ્થિતીમાં આ ફિલ્મને લઇને પણ તમામ ચાહકો આશાવાદી છે. સલમાન ખાન હાલમાં બે ફિલ્મ પર કામ કરી રહ્યો છે. જેમાં દબંગ સિરિઝની આગામી ફિલ્મનો સમાવેશ થાય છે.

Share This Article