મુંબઇ : સલમાન અને આલિયા સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નવી ફિલ્મનુ શુટિંગ કરનાર છે. જ્યારથી સલમાન અને આલિયા ભટ્ટની નવી ફિલ્મ ઇંશાઅલ્લાહની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભારે ચર્ચા જોવા મળી રહી છે. સંજય લીલા આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ ઉત્તર ભારતના અલગ અલગ હિસ્સામાં કરવામાં આવનાર છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ એક નાનકડા શહેરની મિડલ ક્લાસ યુવતિના રોલમાં નજરે પડનાર છે. જેનુ ઘર વારાણસીમાં દર્શાવવામાં આવનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મના કેટલાક હિસ્સાનુ શુટિંગ ઉત્તરાખંડમાં પણ કરવામાં આવનાર છે.
ત્યારબાદ ફિલ્મના એક હિસ્સાનુ શુટિંગ અમેરિકામાં કરવામાં આવનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે હજુ સુધી મિયામીના બીચ અને ઓરલાન્ડો આના માટે પસંદ કરવામાં આવ્યા છે. સુત્રોના કહેવા મુજબ આલિયા અને સલમાન મોટા સ્ટાર્સ છે. સાથે સાથે મિયામીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. જેથી ત્યાં શુટિંગ કરતી વેળા મજબુત સુરક્ષા રાખવામાં આવનાર છે. મિયામીમાં હોલિવુડ ફિલ્મોનુ શુટિંગ પણ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવે છે.
એમ પણ માનવામાં આવે છે કે સંજય લીલા ફિલ્મના શુટિંગ માટે બિલુકલ હોલિવુડ જેવી સુરક્ષા રાખવા માટે ઇચ્છુક છે. આ ફિલ્મ ૨૦૨૦માં ઇદ પર રજૂ કરવામાં આવનાર છે. સલમાન અને આલિયા ભટ્ટની ફિલ્મને લઇને આશાવાદી ચાહકો પહેલાથી જ દેખાઇ રહ્યા છે. સલમાન ખાન અને આલિયા ભટ્ટ પ્રથમ વખત એક સાથે ફિલ્મમાં આવી રહ્યા છે. દબંગ સ્ટાર સલમાન ખાન હાલમાં બોલિવુડમાં સૌથી ટોપ સ્ટાર તરીકે છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે.