સલમાન, અજય દેવગણએ યૂટ્યૂબ ચેનલને નંબર ૧ બનાવાના દોડમાં સામેલ થયા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ ટી-સીરીઝની યૂટ્યૂબ ચેનલને નંબર વન બનાવવાની દોડમાં સામેલ થઇ ગયા છે.જ્યારથી ભૂષણ કુમારે ટી-સીરીઝના યૂટ્યૂબ ચેનલને દુનિયાની સૌથી મોટી યૂટ્યૂબ ચેનલ બનાવવા માટે લોકોને આગ્રહ કર્યો છે. પ્રશંસકોની સાથે-સાથે બોલીવુડ સેલેબ્સ પણ ભારતને નંબર વન બનાવવા માટે પોતાનું સમર્થન આપવામાં કોઇ કસર છોડે નહી.

એક ઐતિહાસિક ક્ષણ બનાવવાની અપીલ કરતાં ભૂષણે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે ”એક ભારતીય યૂટ્યૂબ ચેનલ વર્લ્ડની નંબર ૧ બનાવવાની કગાર પર છે. આ અંતર નક્કી કરવા માટે અમે ખૂબ પ્રયત્નો કરવા પડ્‌યા છે. પોતાના ગુલશન કુમારના સપનાને આગળ વધારતાં મેં આ ચેનલને શરૂ કરી હતી. આજે આ તમારી છે, આ દેશની છે. આ આપણા બધા માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તો ચાલો એક સાથે આવીએ અને ટી-સીરીઝ યૂટ્યૂબ ચેનલને સબ્સક્રાઇબ કરીએ.

IMG 0204 1 e1552460386387 IMG 0205 1 e1552460419185

સુપરસ્ટાર અજય દેવગન, યો યો હનીસિંહ, વરુણ ધવન, અર્જુન કપૂર, તુલસી કુમાર, અરમાન મલિક, મિકા સિંહ, ગુરુ રંધાવા, અપરસશક્તિ ખુરાના, ઉર્વશી રૌતેલા જેવા સેલેબ્સે થોડા સમય પહેલાં પોતાનું સમર્થન પ્રદાન કર્યું હતું. આ બધા અભિનેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમનો સમર્થન શેર કર્યો.

Share This Article