આ સપ્તાહના અંતનો એપિસોડ એક સંગીતમય એક્સ્ટ્રાવાન્ઝામાં બદલી ગયો છે, કારણકે, પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક, સલિમ મર્ચન્ટ લિટલ ચેમ્પના જજ રિચા શર્મા અને અમાલ મલિકની સાથે જજની પેનલમાં મહેમાન જજ તરીકે જોડાયા છે. સ્પર્ધા ગરમી પકડી રહી છે અને પ્રતિભાશાળી બાળ ગાયકો વિજેતા બનીને સા રે ગા મા પા લિટલ ચેમ્પનું ટાઈટલ જીતવા તરફ આગળ વધી રહ્યા છે, દરેક સ્પર્ધક પોતાની જાતને રોકવાને બદલે બહાર આવી રહ્યા છે અને તેમનું શ્રેષ્ઠ આપી રહ્યા છે. ટોચના ૬ બાળ ગાયકોથી કેટલાક પ્રતિકાત્મક નંબર તરફ આગળ વધ્યા હતા, જ્યારે એપિસોડને સંપૂર્ણ મનોરંજન પેકેજ બનાવતા આ એપિસોડમાં કેટલીક મસ્તીભરી પળોનો પણ સમાવેશ થયો છે.
આસ્થા દાસના ઇન્તેહા હો ગઈ, ઇન્તઝાર કી પરના પ્રતિકાત્મક પર્ફોર્મન્સ બાદ, સલિમ મર્ચન્ટ પોતાની જાતને અટકાવી ન શક્યા અને કહ્યું કે, તેમને તેની સાથે કામ કરવું ગમશે. તે કહે છે, “તું તારા અદ્દભુત પર્ફોર્મન્સને સલામ કરું છું, તારું પર્ફોર્મન્સ સાંભળ્યા બાદ મને એવું લાગ્યું કે, હું એક ક્લબમાં બેઠો છું અને એક પ્રોફેશનલ ગાયીકા પર્ફોર્મ કરી રહી છે. તે આ સ્પર્ધાને સંપૂર્ણપણે તારી પોતાની કરી લીધી છે અને હું માનતો જ નથી કે, એક ૧૫ વર્ષની ઉંમરની એક છોકરી આ ગીત ગાયું. તે ખૂબ જ સરસ કામ કર્યું અને હું તારા આ પર્ફોર્મન્સથી અત્યંત અભિભૂત થયો છું. જો ઇશ્વરની ઇચ્છા હશે તો, હું ભવિષ્યમાં તારી સાથે કામ કરવાનું પસંદ કરીશ. તારો અવાજ અત્યંત પરિપક્વ અને પિચ પર્ફેક્ટ છે.” આસ્થાએ આ વખાણથી અત્યંત અભિભૂત થઈ અને તેની ખુશીમાં વધારો કરતા સલિમ મર્ચન્ટ સ્ટેજ પર આવ્યા અને તેની સાથે તેનું ગીત કુરબાન હુઆ પર્ફોર્મ કર્યું.
આગામી એપિસોડમાં, સ્પર્ધક આયુષ કેસીએ તુજે દેખા તો યેં જાના સનમ પર પર્ફોર્મન્સ આપ્યા બાદ જજ રિચા શર્મા અને જજ સલિમ મર્ચન્ટએ તૌબા તૌબા ઇશ્ક મેં કરિયાઁ પર અદ્દભુત ડુએટ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમાં ઉમેરો કરતા, સ્પર્ધકોએ તેમના પાવરપેક્ડ પર્ફોર્મન્સથી અત્યંત મસ્તીભરી કરી દીધી હતી. સ્પર્ધક સુગંધા દાતેએ ફરીથી તેના ઓડિશન ગીત- ધડકના ટાઈટલ ટ્રેક પર પર્ફોર્મ કરીને દરેક પર છાપ છોડી હતી. સ્વરાંશ તિવારીનું મેં તો રાસ્તે સે જા રહા થા પરના ધમાકેદાર પર્ફોર્મન્સ પર તેને દરેક પાસેથી તેને ઉભા થઈને સન્માન મળ્યું હતું.