૫૦ વર્ષથી વધુની વય હોવા છતાંય સલમા હાયેક સક્રિય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સલમા હાયેક  ૫૦ વર્ષથી ઉપરની થઇ હોવા છતા તેની ખુબસુરતી અને ફિટનેસ અકબંધ છે. તે હજુ સતત સક્રિય રહેલી છે. તે હાલમાં બે નવા પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે. ૫૦ વર્ષથી ઉપર પહોંચી હોવા છતાં સલમા હાયેકની ખુબસુરતી હજુ અકબંધ રહી છે. તેની પાસે સાર ફિલ્મો આવી રહી છે.  ફિલ્મ હાઉ ટુ બી લેટિન લવરમાં તે છેલ્લે ચમકી હતી.  સલમા હાયેકની ફિલ્મને લઇને તેના લાખો કરોડો ચાહકો ભારે ઉત્સુક રહેલા છે. વર્ષ ૧૯૯૦માં પોતાની કેરિયરને આગળ વધારી દેવાના મક્કમ ઇરાદા સાથે સલમા હાયેક હોલિવુડ પહોચી હતી.

મેÂક્સકોમાં જન્મેલી અને ઉછરેલી સલમા હાયેક મેક્સિકોમાં મોટી સંખ્યામાં ચાહક વર્ગ ધરાવે છે. સલમા હાયેકની શિખવાની પ્રવૃતિ આજે પણ અકબંધ રહી છે. સ્પેનિશ અને ઇંગ્લિશ ભાષા બન્નેમાં તે ખાસ પ્રકારની કુશળતા ધરાવે છે. બિયેટ્રીઝ એટ ડિનેર સ્ટાર હાલમાં ભાષાને લઇને પોતાની કુશળતાના કારણે ભારે જાણીતી રહી છે. સલમા હાયેકે પોતાના દેશની ભાષાને લઇને જે જ્ઞાનની હાલમાં વાત કરી હતી તેના કારણે તમામ લોકો ચોંકી ગયા હતા.

સલમા હાયેક હોલિવુડની સૌથી મોટી સ્ટારમાં હમેંશા જાણીતી રહી છે. અનેક હસ્તીઓ સાથે તેમના સંબંધને લઇને પણ ચર્ચા રહી છે. પોતાના વતન દેશ મેક્સિકોની ભાષાને લઇને હાલમાં કેટલીક બાબતનો સલમા હાયેકે ખુલાસો કર્યો હતો. સલમા હાયેક હજુ પણ હોલિવુડની ફિલ્મોમાં સતત સક્રિય રહી છે.સલમા વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં પણ સ્થાન મેળવતી રહી છે.

Share This Article