અમદાવાદ : અમદાવાદની જાણીતી અને વિશ્વસનીય સાલ હોસ્પિટલ હવે સાયન્સ સિટી વિસ્તારમાં સેવાકીય કાર્યો સાથે ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં નિઃશુલ્ક તથા રાહતદરે અનેક આરોગ્ય સેવાઓનો લાભ દર્દીઓને મળશે. 25 વર્ષથી વધારે સમયથી વિશ્વાસપૂર્ણ સારવાર આપતી સાલ હોસ્પિટલ હવે સાયન્સ સિટી વિસ્તારમાં આવી ગઈ છે, વધુ સુવિધાઓ સાથે દર્દીઓને તેનો ઘણો લાભ કટોકટીના સમયે મળી રહેશે.
નવી સાયન્સ સિટી હોસ્પિટલમાં દર્દીઓ માટે અનેક વિના મૂલ્યે ઉપલબ્ધ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારના દર્દીઓ માટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન અને સારવાર સામેલ છે — ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, ઓથીપેડિક, કાન-નાક-ગળા નિષ્ણાત, સાયકિયાટ્રિસ્ટ, સ્કિન સ્પેશ્યાલિસ્ટ, ઓપ્થલ અને ડેન્ટલ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે.
* લોહી અને પેશાબની તમામ લેબોરેટરી તપાસો, જેમ કે બ્લડ શુગર, હિમોગ્લોબિન, બ્લડ કાઉન્ટ, યુરિન રિપોર્ટ વગેરે ઉપલબ્ધ રહેશે.
* આયુષ્માન ભારત યોજના કાર્ડ સંબંધિત માર્ગદર્શિકા અને ડોક્યુમેન્ટેશન સહાય
* ઈ.સી.જી. અને જરૂર મુજબની રેફરલ સેવાઓ
દર્દીઓને રાહત મળે તે માટે ખાસ કિફાયતી રેટ પરની સેવાઓ પણ શરૂ કરાઈ છે:
* એક્સ-રે માત્ર ₹50/-
* સોનોગ્રાફી ₹200/-
* દવાઓ પર 25% ડિસ્કાઉન્ટ
* જરૂરિયાતવાળા દર્દીઓ માટે લેબોરેટરી તપાસો ખાસ છૂટ સાથે
* એમ્બ્યુલન્સ સુવિધા
* નાના સર્જરી/પ્રોસિજર કડક હાઈજીન અને કેયર સાથે ઉપલબ્ધ
મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ પણ આ હોસ્પિટલનું મુખ્ય આકર્ષણ છે. જેમ કે, નોર્મલ ડિલિવરીનો ખર્ચ જે 20 કે 30 હજાર થતો હોય છે તે સુવિધા રાહત દરે 2,000માં મળશે. સિઝેરિયન ડિલિવરીનો ખર્ચ 40 થી 50 હજાર થતો હોય છે તેનો ખર્ચ 5,000 જેવો થશે.
* ગર્ભાશય કાઢવાની ઓપરેશન : ₹10,000/- થી ₹15,000/- (બહાર આ ઓપરેશનનો ખર્ચ 40થી 50 હજાર થતો હોય છે.)
ઓપીડી સમય સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે અને 24×7 ઈમરજન્સી સેવા ઉપલબ્ધ છે.
સાલ હોસ્પિટલ સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા નાગરિકો માટે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને કિફાયતી બનાવશે. “Healthcare with Human Touch”ના ધ્યેય સાથે સાલ હોસ્પિટલ હવે વધુ વિશાળ વિસ્તારોમાં લોકોને લાભ આપશે.
સંપર્ક: 63570 07130 / 079 67129129
સાલ હોસ્પિટલની સાથે સાથે સાલ મેડિકલ કોલેજ પણ કાર્યરત છે, જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓ MBBSનો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે.
