મુંબઈ : ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે ભાજપના નેતા અને કુસ્તીબાજ બબીતા ફોગાટ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, બ્રિજભૂષણ સિંહને હટાવી ખુદ ભારતીય કુશ્તી સંઘની અધ્યક્ષ બનવા માંગતી હતી. એટલા માટે તેમણે કુસ્તીબાજોને પ્રદર્શન કરવા માટે ઉશ્કેર્યા હતા. એટલા માટે કુસ્તીબાજની સાથે મીટિંગ કરી હતી અને તેમને મહિલા કુસ્તીબાજો સામે છેડતી અને જાતીય શોષણની ઘટનાઓ સામે વિરોધ કરવા આગ્રહ કર્યો હતો. તેના આ ખુલાસા બાદથી ધમાલ મચી હતી. આટલું જ નહિ સાક્ષીએ પ્રદર્શનમાં સામેલ કુસ્તીબાજ અને મિત્ર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પર પણ પ્રદર્શન દરમિયાન સ્વાર્થી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાક્ષી મલિકે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની સાથે મળી ગત્ત વર્ષે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતુ. ત્રણેય કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર અન્ય કેટલાક કુસ્તીબાજો સાથે પ્રદર્શન કર્યું હતુ.
આ દરમિયાન તેમણે બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવતા તેમને પદ પરથી દુર કરી તપાસની માંગ કરી હતી પરંતુ કુસ્તીબાજો અને ભાજપ નેતા બબીતા ફોગાટ તેનો વિરોધ કરતી જોવા મળી હતી. હવે સાક્ષીએ ઈન્ડિયા ટુડેના એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, આ પ્રદર્શન બબીતાના કહેવા પર થયું હતુ. તે ખુદ આ પ્રદર્શન કરવાનો આગ્રહ લઈને આવી હતી પરંતુ પોતાનો એજેન્ડા સામેલ હતો. તે બ્રિજભૂષણ સિંહને દુર કરી ખુદ અધ્યક્ષ બનવા માંગતી હતી. સાક્ષીએ એ પણ દાવો કર્યો કે, કુસ્તીબાજોના પ્રદર્શનમાં કોંગ્રેસ જ નહિ પરંતુ ભાજપ નેતા તિર્થ રાણા અને બબીતાએ હરિયાણામાં પ્રદર્શનની અનુમતિ અપાવવામાં પણ મદદ કરી હતી. સાક્ષીએ આગળ ખુલાસો કર્યો કે, તેમને આ વિશે જાણકારી હતી. સાક્ષી મલિકે હાલમાં વિટનેસ નામથી પોતાની એક બુક રિલીઝ કરી છે. જેમાં તેમણે પોતાના મિત્ર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની પોલ ખોલી હતી. સાક્ષીએ પોતાના પુસ્તકમાં કહ્યું કે, વિનેશ અને બજરંગના સ્વાર્થી ર્નિણયના કારણે કુસ્તીબાજોના પ્રદર્શનનો કોઈ ફાયદો થયો નહિ. ઘણા સમર્થકો એવું વિચારવા લાગ્યા કે આ પ્રદર્શન તેમના પોતાના લોભ માટે કરવામાં આવી રહ્યું છે.