સુરતના કાપોદ્રામાં દારુ પીને સાજન પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો. સ્નેહ મુદ્રા સોસાયટી નજીક તેણે અનેક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જો કે આ કેસમાં હવે એક નવો જ ખુલાસો થયો છે. સુરતના કાપોદ્રામાં થયેલા અકસ્માતમાં સામે આવ્યુ છે કે સાજન પટેલ પાસે કાર ચલાવવાનું લાયસન્સ જ નથી. ત્યારે હવે પોલીસે કોર્ટમાંથી પરવાનગી લઈ મોટર વ્હીકલ કલમનો ઉમેરો કર્યો છે. આ કેસમાં મોટર વ્હીકલ એક્ટ ૧૮૧ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. સુરતના કપોદ્રામાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે આંતક મચાવ્યો હતો. સાજન પટેલે દારુ પીને કાર ચલાવી હતી અને ૬ લોકોને અડફેટે લીધા હતા. જે પછી પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી ધરપકડ કરાયા બાદ આરોપી સાજનનું પોલીસે સરઘસ કાઢ્યું હતુ. ઘટનાસ્થળે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતુ.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more