ગુજરાત તરફ આગળ વધી રહેલ ‘સાગર’ વાવાઝોડુ ગુજરાત સુધી પહોંચતા નબળું પડી જવાની સંભાવના   

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત તરફ આગળ વધી રહેલ ‘સાગર’ વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે ગુજરાતના બંદરોમાં એલર્ટ જારી કરવામાં આવી છે. જોકે, ‘સાગર’ વાવાઝોડું ગુજરાતામાં આવતા સુધીમાં નબળું પડી જાય તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે તકેદારીના ભાગરૃપે ગુજરાતના બંદરોમાં ‘સિગ્નલ-૨’ની ચેતાવણી જાહેર કરી છે.

ગુજરાતના હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ‘ગુજરાતના દરિયાકાંઠાથી વાવાઝોડું ૩૯૦ કિલોમીટર દૂર છે અને તેના પવનની ગતિ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાક છે. કોઇ પણ દરિયાકાંઠા સુધી પહોંચતા અગાઉ તેની ઝડપ ૭૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે.’ બે દિવસ અગાઉ જે લો પ્રેશર સર્જાયું હતું તે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને તેણે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને યમન, સોમાલિયાની વચ્ચે એડનની ખાડીમાં પ્રવેશ કર્યો છે.

હાલમાં આ સિસ્ટમ એડનની ખાડીમાં છે અને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. જે પણ વહાણ અરેબિયન સમુદ્રથી ગલ્ફના દેશમાં જઇ રહ્યા હોય તેમને ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જ થોડો સમય રહેવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડું નબળું પડે નહીં ત્યાં સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ અપાઇ છે.

Share This Article