ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ વર્ષ 2026માં જાપાનના નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં યોગને નિદર્શન રમત તરીકે સામેલ કરવાનો ર્નિણય લીધો છે, જે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુને બિલકુલ પસંદ નથી આવ્યો. તે આ ર્નિણયથી નારાજ છે. આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, યોગને લાંબા સમયથી સ્વ-વિકાસ અને આંતરિક વૃદ્ધિ માટે એક શક્તિશાળી સાધન માનવામાં આવે છે, જેની કોઈની સાથે સરખામણી કે સ્પર્ધા કરવી જોઈએ નહીં.
સદગુરુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું અને લખ્યું, “તે ખૂબ જ પરેશાન કરનાર અને નિરાશાજનક છે કે, યોગ એક એવા ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે, જે એક સ્પર્ધાત્મક રમત છે. યોગ એ સ્વ-વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન છે, જે વ્યક્તિને જીવનમાં મર્યાદિત વસ્તુઓથી લઈને અમર્યાદિત વસ્તુઓ સુધીની દરેક વસ્તુનો અનુભવ કરવામાં મદદ કરે છે. આ સાથે, અમે યોગના શક્તિશાળી વિજ્ઞાનને અન્ય કરતા વધુ સારું કરવાનો પ્રયાસ કરવાની સર્કસ જેવી પ્રવૃત્તિમાં ફેરવીશું.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગનો સાર વ્યક્તિઓને તેમની મર્યાદાઓ પાર કરવામાં અને જીવનના ઊંડા પરિમાણોને શોધવામાં મદદ કરવામાં રહેલો છે, જે તેને સ્પર્ધાત્મક માળખા માટે અયોગ્ય બનાવે છે. યોગ એ સમજણ વિશે છે અને કોઈ પણ પ્રકારની સરખામણી અને સ્પર્ધા વિશે નહીં. તેમણે વધુમાં આશા વ્યક્ત કરી કે યોગના વિજ્ઞાનને જન્મ આપનારી સભ્યતા તરીકે, તે મજાક ન બની જાય તેની ખાતરી કરવા માટે તેની પાસે શાણપણ હશે. એશિયન ગેમ્સમાં યોગનો સમાવેશ કરવાના ર્નિણયની આ રીતે સદગુરુએ આકરી ટીકા કરી હતી, જોકે આ ર્નિણયને યોગના ભૌતિક પાસાઓને વૈશ્વિકીકરણ અને પ્રોત્સાહન આપવાના માર્ગ તરીકે જોવામાં આવે છે. સદગુરુ યોગના નામે ખોટી માન્યતાઓ અને દુષ્ટતાઓને દૂર કરવા માટે પણ ચિંતિત છે. બીજી પોસ્ટમાં સદગુરુએ લખ્યું કે યોગ એ માત્ર એક કસરત નથી. તે એક પ્રક્રિયા અને સિસ્ટમ છે.