ભારત અને આફ્રિકા વચ્ચે વ્યાપાર વધારવા અમદાવાદ ખાતે (SADC office) ઓફીસનું અનાવરણ કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત અને આફ્રિકા વચ્ચે વ્યાપાર વધારવા અમદાવાદ ખાતે આવેલ આફિકાના ડેલિગેટ્સ દ્વારા ઇન્ડિયા અમદાવાદ ખાતે SADC office એટલે કે દક્ષિણ આફ્રિકન વિકાસ સમુદાયની ઇન્ડિયા ઓફીસનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આફ્રિકન ડેલિકેટમાં એચ.ઇ. શ્રીમતી લેબોહાંગ વેલેન્ટાઈન મોચાબા, ભારતમાં લેસોથો રાજ્યના હાઈ કમિશનર,ડૉ.આસિફ ઇકબાલ, પ્રમુખ IETO,શ્રી વલી કાશવી, ઉપપ્રમુખ IETO, સુષ્મા પવાર, ડિરેક્ટર કોર્પોરેટ રિલેશન્સ, IETO ની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે ઇન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલ (SADC office- દક્ષિણ આફ્રિકન વિકાસ સમુદાય) ના ચેરમેન તરીકે ઇન્ડિયા તરફથી પ્રકાશ સોનીની વરણી કરવામાં આવી હતી. આ સંગઠનની મદદથી હવે ભારત -આફીકા વ્યાપાર વધુ મજબૂત બનશે. આફિકામાં હાલ ડાયમંડ માઇન્સ , એગ્રીકલ્ચર, ફાર્મા જેવા ઉદ્યોગમાં ખુબજ તક રહેલી છે. ભારત અને આફ્રિકાને વેપાર માટે ગવર્મેન્ટ તરફથી ડાયરેક્ટ એમઓયુ કરવામાં આવશે. જેથી વ્યાપાર કરવામાં ખુબજ સુરક્ષતિ માહોલ મળી રહેશે.

SADC Office 5

SADC અતર્ગત ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે વેપારને આફ્રિકા સાથે આગળ વધારવામાં ખૂબ મદદરુપ થશે. ભારતના બિઝનેસમેન માટે આફીકામાં ખુબજ મોટી તક ઉભી કરવા SADC ની મહત્વની ભૂમિકા બની રહેશે.

Share This Article