રાજ્યસભાના સાંસદ તરીકે મળેલ છેલ્લાં ૬ વર્ષના પગારને સચિને પ્રાઈમ મિનિસ્ટર ફંડમાં દાન કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સચિન તેંડુલકર પાછલા 6 વર્ષથી રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતો. સચિન અને રેખાની રાજ્યસભામાં ઓછી હાજરીની મીડિયા અને વિપક્ષ દ્વારા હંમેશા ટીકા કરવામાં આવી છે.

પરંતુ રાજ્યસભાની ટર્મ પતવા આવી છે ત્યારે સચિને એક વખાણવા લાયક કામ કર્યું છે. પાછલા 6 વર્ષમાં સચિનને રાજ્યસભાના સાંસદ તરીકે લગભગ 90 લાખ રુપિયા પગાર મળ્યો છે. સચિને 6 વર્ષનો પગાર પ્રાઈમ મિનિસ્ટર રીલિફ ફંડમાં દાન કર્યો છે. સચિનના આ નિર્ણય માટે PMO તરફથી પણ તેને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

રાજ્યસભાના સાંસદને મળતા સ્થાનિક વિસ્તારના વિકાસ માટેના ફંડનો પણ સચિને ઘણો સારો ઉપયોગ કર્યો છે. ઉલ્લખેનીય છે કે સચિને અગાઉ  ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ અંતર્ગત મહારાષ્ટ્રનું દોંજા અને આંધ્રપ્રદેશનું પુટ્ટમ રાજુ કાન્દ્રિગા ગામ દત્તક લીધું છે.

Share This Article