મુંબઇ : ક્રિકેટના ભગવાન તરીકે ગણાતા સચન તેન્ડુલકર આજે ૪૬ વર્ષનો થઇ ગયો હતો. પોતાની ક્રિકેટ કેરિયરમાં સચિન તેન્ડુલકરે એક પછી એત સિદ્ધીઓ હાંસલ કરી હતી. જે સુધી પહોંચવા માટેની બાબત તો આધુનિક સમયના ટોપ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી માટે પણ સરળ નથી. આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના જન્મદિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સચિને ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચો ચાલી રહી છે ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આજે સચિને પોતાના મિત્રો અને પરિવારની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. નવેમ્બર ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારત રત્ન જીતી ચુકેલા સચિને ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી હતી.
માસ્ટર બ્લાસ્ટરના જન્મદિવસે સવારથી શુભેચ્છાનો વરસાદ શરૂ થઇ ગયો હતો. સચિનના આજે પણ કરોડો ક્રિકેટ ચાહકો છે. ૪૬માં જન્મ દિવસે તે સવારથી જુદા જુદા કાર્યક્રમોમાં નજરે પડ્યો હતો. વિન્ડિઝ સામે વાનખેડે સ્ટેડિયમ ઉપર પોતાના હોમગ્રાઉન્ડ ઉપર અંતિમ ટેસ્ટ મેચ રમ્યા બાદ સચિને નિવૃત્તિ લીધી હતી. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સચિનના સન્માનમાં ઘરઆંગણે તેને છેલ્લી ટેસ્ટ મેચ રમવાની તક આપી હતી. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મેદાન ઉપરથી લોકોને સંબોધન કર્યું હતું જેમાં લાખો લોકોએ ટીવી ઉપર પણ નિહાળ્યું હતું. તમામ લોકોનો આભાર પણ માન્યો હતો.
૫૩.૭૮ રનની સરેરાશ સાથે સચિને ટેસ્ટ ૧૫૯૨૧ રન કર્યા હતા જ્યારે ૪૬૩ વનડેમાં ૧૮૪૨૬ રન કર્યા હતા. ટેસ્ટ મેચોમાં તેનો અદભુદ દેખાવ રહ્યો હતો. ટેસ્ટ મેચોમાં તે ૫૧ સદી અને વનડે મેચમાં ૪૯ સદી કરી ચુક્યો છે જે એક રેકોર્ડ છે. ભારત રત્નથી સમ્માનિત સચિન તેંડુલકર નિવૃત્તિ બાદ ખુબ ઓછા વખત જાહેર કાર્યક્રમોમાં નજરે પડ્યો છે. આઈપીએલ સ્ટાઇલ ફૂટબોલ લીગમાં તે સામેલ રહ્યો છે. માસ્ટર ખેલાડી તરીકે પોતાના ગાળામાં સચિન તેન્ડુલકરની ગણતરી કરવામાં આવતી હતી. સચિને પાકિસ્તાન સામે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. સચિનના રેકોર્ડને તોડવા માટે વિરાટ કોહલીને ભારે મહેનત કરવી પડી શકે છે. કોહલી હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૮ હજાર રન બનાવી ચુક્યો છે. સચનની બરોબરી સુધી પહોંચવા તેને ૧૦ વર્ષનો સમય લાગશે.