કેરળમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સાંજે સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વાર ફરી ખોલી દેવામાં આવ્યા હતા. જા કે, જારદાર વિરોધ પ્રદર્શન વચ્ચે ફરી એકવાર કાર્યકર તૃપ્તિ દેસાઈ અને અન્યોને દર્શન વગર જ પરત ફરવાની ફરજ પડી હતી. વાર્ષિક તીર્થ યાત્રાની સિઝનમાં ૬૨ દિવસીય લાંબી મંડલા પૂજા માટે સબરીમાલા મંદિરના દ્વાર આજે ખોલવામાં આવ્યા હતા. કોઇપણ પ્રકારના વિવાદ અને હિંસાને રોકવા માટે સબરીમાલા મંદિરની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજ્યની અડધાથી વધુ પોલીસ સુરક્ષા કર્મીઓ અહીં તૈનાત કરવામાં આવી છે. તહેવારના પર્વ પર આ મંદિરને ખોલવામાં આવ્યું છે. સાંજે પાંચ વાગે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.
જા કે, શ્રદ્ધાળુઓના જારદાર વિરોધ પ્રદર્શન વચ્ચે કાર્યકર તૃપ્તિ દેસાઈ અને અન્યોને પરત ફરવાની ફરજ પડી હતી. સામાજિક કાર્યકર તૃપ્તિ દેસાઈની સામે કેરળના ત્રિવેન્દ્રમમાં મહિલાઓએ જારદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. આજે સાંજે પાંચ વાગે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. હિન્દુવાદી દેખાવકારોમાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેરળના મંદિરમાં દર્શન કરવાના હેતુસર સામાજિક કાર્યકર તૃપ્તિ અને અન્ય મહિલાઓ પહોંચી હતી. મંદિરના કપાટ ખુલી ગયા બાદ ભગવાન અયપ્પાના શ્રદ્ધાળુઓ પહોંચવા લાગી ગયા હતા. શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળ્યો હતો. જા કે, મહિલાઓના પ્રવેશને લઇને હજુ પણ વિખવાદની સ્થિતિ છે. તમામ જગ્યાઓએ મજૂત સુરક્ષા રાખવામાં આવી હતી. ૨૧૦૦૦થી પણ વધુ સુરક્ષા જવાનો આ વખતે ગોઠવવામાં આવ્યા છે. ગુરુવારના દિવસે મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક ફ્લોપ સાબિત થઇ હતી. કોંગ્રેસ અને
ભાજપે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બંને પક્ષોએ કહ્યું હતું કે, સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી પોતાના ચુકાદાને લાગૂ કરવા માટે વધારે સમય માંગે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, તમામ વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તે જરૂરી છે. ડાબેરી સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને પાળવાની ઇચ્છા રાખે છે. સુપ્રીમ કોર્ટમાં ૪૮ જેટલી ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી છે જેના પર ૨૨મી જાન્યુઆરીના દિવસે એક સાથે સુનાવણી કરાશે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૧૩મી નવેમ્બરના દિવસે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશને મંજુરી આપવાના તેના ચુકાદા પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
હવે આ મામલામાં સુનાવણી ખુલ્લી કોર્ટમાં ૨૨મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટ ૨૨મી જાન્યુઆરીના દિવસે રિવ્યુપિટિશનમાં અરજી હાથ ધરશે. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આરએફ નરિમન, એએમ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રાની બેંચે આ મામલામાં સુનાવણી હાથ ધરી હતી. ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદાની સામે આ સમીક્ષા અરજીઓ કરવામાં આવી હતી. બીજી બાજુ હિંસાને ટાળવા માટે સબરીમાલા મંદિરને કિલ્લામાં ફેરવી દેવાનો નિર્ણય ગઇકાલે જ કરવામાં આવ્યો હતો. શુક્રવારથી શરૂ થઇ રહેલા પર્વ પહેલા વહીવટીતંત્ર તરફથી મંદિરને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું હતું. રાજ્યની અડધી પોલીસ એટલે કે ૨૧૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. બે મહિનાના ગાળા વચ્ચે ચાર તબક્કામાં આ જવાનોની તૈનાતી થઇ છે. પ્રથમ વખત સબરીમાલા મંદિરમાં આટલી મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે સાંજે પાંચ વાગે સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વારને ખોલી દેવામાં આવ્યા બાદ હવે બે મહિના સુધી મંડલા પુજા ચાલશે. મંદિરની બહાર શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળી રહ્યો છે. ૬૨ દિવસીય મંડલા પુજા ચાલે છે.