નવીદિલ્હી : સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે તેનો ચુકાદો રિવ્યુ પિટિશન ઉપર અનામત રાખ્યો હતો પરંતુ આ મામલામાં એ વખતે નવો વળાંક આવ્યો હતો જ્યારે કેરળમાં ઐતિહાસિક સબરીમાલા મંદિરનું સંચાલન કરનાર અને દેખરેખ કરનાર ત્રાવણકોર દેવસાન બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકાર કરીને કહ્યું હતું કે, તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી મળવી જાઇએ. આ બોર્ડમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ રહેલા છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ સમક્ષ બોર્ડે કહ્યું હતું કે, ચોક્કસ વર્ગ દ્વારા આમા પક્ષપાત કરવામાં આવે તે યોગ્ય નથી. કેરળ સરકારનું વલણ એ છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પાળવામાં આવે અને વિરોધ કરતી તમામ અરજીઓનો અસ્વિકાર કરી દેવામાં આવે. અગાઉ આ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો જારદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, એક ધાર્મિક પરંપરાનો આના લીધે ભંગ થશે. ટીડીબીના વડા પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બોર્ડ ૨૮મી સપ્ટેમ્બરના કોર્ટના ચુકાદાને માન આપે છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		