અમદાવાદ : ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમિત શાહે ભગવા પાર્ટીના ગઢ ગણાતા ગાંધનગરમાં એનડીએમાં સામેલ સાથી પક્ષોના નેતાઓની સાથે ચાર કિલોમીટર સુધી રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. રોડ શો પહેલા યોજાયેલી જાહેરસભામાં એનડીએના નેતાઓએ અને ભાજપના નેતાઓએ પોતાની શુભેચ્છા પાઠવી હતી. આ મંચ પરથી કોણે શું કહ્યું તે નીચે મુજબ છે.
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે એ મરાઠીથી ભાષણ શરૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, અમારા મતભેદ હતા પરંતુ સાથે બેઠા પછી કોઈ મતભેદ નથી રહ્યા. વિવાદો પુરા થઈ ગયા. અમારી વિચારધારા એક છે. હિન્દુત્વ શ્વાસ છે. દિલ મિલે ન મિલે હાથ ભલે ન મળે પણ અમારા દિલ મળી ગયા છે. પ્રધાનમંત્રી કોણ હશે તેમ કહેતા. ચૂંટણી આવે તો માહોલ ગરમ થાય છે. માહોલ અમારો જ છે. ભગવો ભગવો. ગુજરાતના ધરતીપુત્રના રૂપમાં રેકોર્ડ બ્રેક માર્જિનથી તેમને વિજયી બનાવજો. હું દિલથી અહીં આવ્યો છું. હિન્દુત્વ અમારો શ્વાસ છે. ઘણાને આશ્ચર્ય થયું છે કે, હું અહીં કેમ આવ્યો છું કેટલાકને પેટમાં દુખ્યું છે, તો કેટલાક ખુશ થયા હતા કે બે સમાન વિચારધારાવાળી પાર્ટી લડી રહી છે. પરંતુ અમિતભાઇ સાથે અમારી બેઠક થઇ અને તમામ વિવાદોનો અંત આવ્યો છે. શિવસેના અને ભાજપની હિન્દુત્વની વિચાર ધારા એક છે તેમણે પ૬ પાર્ટીનાં ગઠબંધન માટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે અમે ખુરશીના દીવાના નથી પણ તમારા પીએમ પદના ઉમેદવાર કોણ? એમણે જયહિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાતના નારા સાથે તેમનું વકત્વ પૂરું કર્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ
રાજનાથસિંહે જણાવ્યું હતું કે, અમિત શાહ જંગી બહુમતીથી જીતશે, અહીંથી લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા હતા. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છું. મોદી સરકાર ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું. ભારત ટોપ ૩ દેશોમાં આવી જશે. વડાપ્રધાનને વિરોધીઓ ગાળો આપે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ
રાહુલ ગાંધી અપશબ્દો બોલે છે. રાહુલ કહે છે ચોકીદાર ચોર છે. પરંતુ અમે કહીએ છીએ ચોકીદાર ચોર નહીં પ્યોર છે. મોદીનું પીએમ બનવાનું શ્યોર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું અડવાણીજીનોના ઉત્તરાધીકારી તરીકે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. કોણ કહે છે કે ચોકીદાર ચોર છે. ચોર નહીં પણ પ્યોર છે ફરીવાર પીએમ બનવા માટે પ્યોર છે. અને તમામ સમસ્યા માટે એ જ ક્યોર છે.
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ
બાદલે જણાવ્યું હતું કે, એનડીએની મોદી પછી ક્રેડિટ અમિત શાહને તેઓ ગ્રાસ રૂટ લીડર છે. મોદીએ પાંચ વર્ષમાં દેશની સેવા કરી છે, દેશનું નામ શક્તિઓમાં નામ કર્યું છે. તમે ખુશનસીબ છો કારણ કે દેશના વડા પ્રધાન અને પક્ષના અધ્યક્ષ બંને તમારા રાજ્યના છે. ર૦૧૪ની લોકસભા ચૂંટણી પછી મોદીજી પછી કોઇ સ્ટાર કેમ્પેનર હોય તો તે અમિત શાહ છે. તે એક વ્યક્તિ નહીં પરંતુ ઇન્સ્ટિટ્યૂટ સમાન છે તે પાવર હાઉસ છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઇતિહાસની આ મહત્વપૂર્ણ ચૂંટણી છે પ૦ વર્ષમાં જે ન થયું તે અમારી સરકારે પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે. ગુજરાતના પ્રધાન અમિત શાહને હવે દેશની પ્રજા તેમના પર વિશ્વાસ ધરાવે છે.
રામવિલાસ પાસવાન
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ગામે ગામ બૂથ પર બીજેપીને ઊભી કરી છે. પીએમ ક્યારે સૂવે છે તેની ખબર પણ પડતી નથી. દેશમાં કોંગ્રેસનું નામ પણ નથી. આ વખતે એનડીએને સૌથી વધુ બેઠકો મળશે. અમિત શાહ દેશના મહાન નેતા છે. પાસવાને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪ સુધી વડાપ્રધાન પદ માટે કોઈ પણ વેકેન્સી નથી. જેથી વિરોધીઓએ ૨૦૨૪ પછીની વિચારણા કરવી જાઈએ.
નીતિન ગડકરી
મંચ પર ઉપÂસ્થત નીતિન ગડકરીએ મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સરકાર લોકોના વિકાસમાં સતત સક્રિય થયેલી છે. એક મજબૂત દેશ બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જીત પણ નિશ્ચિત દેખાઈ રહી છે. તમામ સાથી પક્ષો એક સાથે દેખાઈ રહ્યા છે.