ઐતિહાસિક સબરીમાલા મંદિરના દ્ધાર કાલે મહિલાઓ વચ્ચે ખુલી જતા ઉત્તેજના રહી હતી. આને લઇને વિરોધીઓ અને તરફેણ કરનાર લોકો સામ સામે છે. સરકાર સામે પણ અનેક પ્રકારના પડકારો રહેલા છે. આજે સવારમાં પણ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો.મહિલાઓને પ્રવેશની મંજુરી આપી દેવામાં આવ્યા બાદથી હિંસક તોફાનો જારી રહ્યા છે. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને પાળશે. મુખ્યમંત્રી વિજયનનું કહેવું છે કે, અમે કાયદાને હાથમાં લેવાની કોઇને પણ તક આપશે નહીં. સરકાર સબરીમાલા મંદિર તરફ જનાર લોકોની સુરક્ષાઓને પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર મામલામાં ફેર વિચારણા અરજી દાખલ કરશે નહીં. અમે કોર્ટમાં કહી ચુક્યા છે કે, આદેશને અમલી કરવામાં આવશે.
સતત બીજા દિવસે કેરળમાં અનેક જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયું હતું. એક મહિલાએ ખુલ્લીરીતે પોતાને ફાંસી લગાવી લેવાના પ્રયાસ કર્યા હતા. જા કે, લોકોએ આ મહિલાને બચાવી લીધી હતી. સબરીમાલા મંદિર મામલામાં ઘમસાણની Âસ્થતિ મચેલી છે. આજે એક મહિલા વૃક્ષ ઉપર ચડી ગઈ હતી અને ફાંસી લગાવવાના પ્રયાસ કર્યા હતા. આત્મહત્યા કરવાના પ્રયાસમાં રહેલી આ મહિલાને લોકોએ બચાવી લીધી હતી. મહિલાએ કહ્યું છે કે, તે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટે દરેક વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજુરી આપી દીધી છે જે તેમની ધાર્મિક ભાવનાઓની સાથે રમત તરીકે છે. મહિલાએ કહ્યું છે કે, તેઓ આ રમતને કોઇપણ કિંમતે સ્વીકાર કરશે નહીં. સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને લઇને હોબાળો મચેલો છે.