નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજુરી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી હોવા છતાં કોઇ હજુ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. હિંસલ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે નારાજ લોકોએ રિવ્યુ અને રિટ પિટિશન દાખલ કરી દીધી છે. આ તમામ અરજી પર મંગળવારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. અરજી સુનાવણી માટે યોગ્ય હોવાની માંગ કરીને તર્કદાર દલીલો કરવામાં આવી રહી છે. ૧૦તી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર અગાઉની જેમ પ્રતિબંધ મુકવા માટે અરજીમાં માંગ કરવામાં આવી છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની સામે વિરોધ સ્થાનિક લોકો અને ધાર્મક સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે છે.સુપ્રીમના આદેશ બાદ મંદિરના કપાટ ખુલ્લાને છ દિવસ થઇ ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઇ મહિલાને તક આપવામાં આવી નથી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસ મહિલાઓને લઇને પહોંચી રહી છે પરંતુ દેખાવકારો સામે પોલીસને પણ ઝુંકવાની ફરજ પડી રહી છે. કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશને લઇને ઘમસાણ જારી છે. આજે પણ હિંસક પ્રદર્શન જારી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુર આપી હોવા છતાં હજુ સુધી કોઇ પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. દેખાવકારો આક્રમક દેખાવ કરી રહ્યા છે. પોલીસ પર દેખાવકારો ભારે પડી રહ્યા છે.
બીજી બાજુ શુક્રવારે પણ બે મહિલા મંદિરના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચી ગયા બાદ દેખાવકારોએ તેમને પરત ફરવા માટે અપીલ કરી હતી. સબરીમાલા એન્ટ્રી વિવાદ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. મંદિરમાં પ્રવેશ માટે પહોંચેલી મહિલાઓને પરત મોકલવામાં આવી રહી છે. કેટલીક મહિલાઓની સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરનાર મહિલા કાર્યકર રહેના ફાતિમાના આવાસ ઉપર તોડફોડ કરવામાં આવી હતી. સબરીમાલા મંદિરની બહારનો નજારો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. સબરીમાલા સિન્નીથાનમની નજીક વલિયા નદાપંડાલમાં બે મહિલાઓને આગળ જતા રોકવામાં આવી હતી. આજે બે મહિલાઓ આઇજીની સાથે ૨૫૦ સુરક્ષા કર્મીઓ સાથે મંદિરમાં પ્રવેશ કરવા પહોંચી હતી પરંતુ સફળતા મળી ન હતી.
એક ખ્રિસ્તી મહિલાને પણ વિરોધ બાદ પરત ફરવાની ફરજ પડી હતી. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા શાંતિ જાળવી રાખવા માટે દેખાવકારોને અપીલ કરવામાં આવી રહી છે. મંદિરના એન્ટ્રી સ્થળ પર પહોંચી ગયેલી બે મહિલામાં હૈદરાબાદ મોજા ટીવીની પત્રકાર કવિતા જક્કલ અને કાર્યકર રિહાના ફાતિમાનો સમાવેશ થાય છે. સબરીમાલા મંદિરના પુજારા મહિલાઓને મંદિરમાં ન આવવા માટેની અપીલ કરી રહ્યા છે. જ્યારે દેખાવકારો સુપ્રીમ કોર્ટના આદેશની સામે મહિલાઓના પ્રવેશને રોકવા માટે દેખાવ કરી રહ્યા છે.