સાબર ડેરીમાં નોકરીની સુવર્ણ તક, વિવિધ પોસ્ટ માટે થઈ રહી છે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?

Rudra
By Rudra 3 Min Read

Sabar Dairy Bharti 2025: ડેરી ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી ડેરી સાબર ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માગો છો, તો પોસ્ટની માહિતી, લાયકાત, વય મર્યાદા તેમજ અરજી પ્રક્રિયા સહિતની માહિતી વાંચવા નીચોનો આર્ટિલક વાંચી લો.

સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ટ્રેઈનીથી લઈને મેનેજર સુધીની પોસ્ટનો સમાવેસ થયા છે. જે ઉમેદવાર અહીં નોકરી કરવા ઇચ્છું કે છે તે 15 સપ્ટેમ્બર 2015 સુધી ઓફલાઈન અરજી કરી શકે છે. વધુ વિગત માટે તમે ડેરીની સત્તાવાર વેબસાઇટ https://sabardairy.org/ની મુલાકાત લઈ શકો છો.

Sabar Dairy Bharti 2025: પોસ્ટની વિગતો

ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (QA/Prod)
ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (Dairy)
ટ્રેઈની આસિસ્ટન્ટ ઓફિસર (Engg)
ટ્રેઈની ટેક્નિકલ-6
ટ્રેઈની પ્લાન્ટ ટેક્નિશિયન-2
ટ્રેઈની સિનિયર આસિસ્ટન્ટ (સિક્યુરિટી)
ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (MKtg)
ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (MPO)
DGM/AGM/Sr.મેનેજર (Engg/project)

Sabar Dairy Bharti 2025: શૈક્ષણિક લાયકાત

સાબર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. જેમાં ITIથી લઈને MBA સહિતની ડિગ્રીનો સમાવેશ થાય છે. ઉમદેવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે નીચે આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે.

Sabar Dairy Bharti 2025: વય મર્યાદા

સાબર ડેરી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. જોકે, અલગ અલગ પોસ્ટની મહત્તમ ઉંમર અલગ અલગ નક્કી કરાયેલી છે. જેથી વય મર્યાદા વિશે વધારે જાણકારી મેળવવા માટે નોટીફિકેશન વાંચવું.

સાબર ડેરી ભરતી 2025નું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો.

સાબર ડેરી ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી?

સાબર ડેરી ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા ઉમેદવારોએ https://sabardairy.org/ ઉપર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહશે.
ત્યારબાદ અરજીમાં જોબ કોડ, પોસ્ટનું નામ, અરજદારનું નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત સહિતની માહિતી ભરીને જરૂરી દસ્તાઓ સાથે નીચે આપેલા સરનામા પર અરજી મોકલવાની રહેશે. ધ્યાન રહે અરજીની છેલ્લી તારીખ છે. એટલે કે આ તારીખ સુધીમાં મળી જાય એ રીતે અરજી કરવી.
અરજી 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ સુધીમાં મળી જાય એવી રીતે મોકલવી.

અરજી મોકલવા માટેનું સરનામું

મેનેજીંગ ડિરેક્ટરસાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિક્લ પ્રોડક્શન યુનિયન લિમિટેડ.
(સાબર ડેરી)સબ પોસ્ટ- બોરિયા હિંમતનગર,
જિલ્લો- સાબરકાંઠા, ગુજરાત
પીન કોડ નંબર – 383006

Share This Article