સાહોના મેકર્સ પર તસ્વીર ચોરવાનો લીઝાનો આરોપ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની અભિનેત્રી લીઝા રેએ હવે સાહો ફિલ્મના નિર્માતા પર ફોટો ચોરી કરવાનો સીધો આક્ષેપ કર્યો છે. ફોટા કોપી કરવાનો આરોપ મુકીને લીઝા દ્વારા ચર્ચા જગાવવામાં આવી છે. શુક્રવારના દિવસે સાહો ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ આ ફિલ્મ રેકોર્ડ સફળતા તરફ ધારણા પ્રમાણે જ વધી ગઇ હતી. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરીને પોસ્ટ લખતા લીઝા દ્વારા કહેવામાં આવ્યુ છે કે સાહોએ મેકર્સે આર્ટિસ્ટ શિલો શિવ સુલેમાનના આર્ટવર્કની કોપી કરી લીધી છે. સાથે સાથે આને પોતાના પોસ્ટરમાં ઉપયોગ કર્યો છે. લીઝા દ્વારા બે ફોટો શેયર કરવામાં આવ્યા છે.

જેમાં એક ઓરિજનલ આર્ટ વર્ક છે. જ્યારે બીજા ફોટો સાહોના પોસ્ટર માટેનો છે. જેમાં  પ્રભાસ અને શ્રદ્ધા કપુર નજરે પડી રહ્યા છે. લીઝાએ કહ્યુ છે કે અમને આગળ આવીને ચર્ચા કરવી જોઇએ. આ મુદ્દાને ઉઠાવવો જોઇએ. આ મેકર્સને વાસ્તવિકતા દર્શાવવી જોઇએ. એવી બાબત સપાટી પર આવી છે કે આ મોટી ફિલ્ના પ્રોડક્શનમાં શિલોના ઓરિજજનલ ફોટોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. પ્રોડક્શન દ્વારા ક્યારેય કોઇની મંજુરી પણ લીધી ન હતી.

ક્રેડિટ લેવા માટેની જરૂરિયાત પણ સમજવામાં આવી નથી. આ ફોટો ફિલ્મ બેબી વોન્ટ યુ ટેલ મી પોસ્ટરના છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં એવા જ આર્ટ વર્ક છે. જે લીઝાના શેયર કરાયેલા ફોટોમાં છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર ટિપ્પણી કરતા લીઝા રે દ્વારા કહેવામાં આવ્યુ છે કે કથિત પ્રેરણાના નામ પર બીજાની પટકથાને ચોરી કરીને ફિલ્મો બનાવવામાં આવી રહી છે. જો કે સાહોના નિર્માતા દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ટુંકમાં ખુલાસો કરવામાં આવી શકે છે.

Share This Article