સાહોના પ્રથમ ગીતના ફર્સ્ટ લુકને જારી કરાતા ઉત્સુકતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપુર અભિનિત ફિલ્મ સાહોના પ્રથમ ગીતના ફર્સ્ટ લુકને જારી કરવામાં આવ્યા બાદ તમામ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. પ્રભાસે પોતે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં શેયર કરીને આ અંગેની માહિતી આપી છે. પ્રભાસ અને શ્રદ્ધાની જોડી ચાહકોમાં છવાઇ જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. પ્રભાસ સાહો ફિલ્મને લઇને ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મના પ્રથમ ગીતને રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ચાહકોમાં જોવા મળી રહી છે. ગીતના બે પોસ્ટર પ્રભાસે રજૂ કર્યા છે. એક પોસ્ટરમાં તે પોતે નજરે પડે છે. જ્યારે અન્ય પોસ્ટરમાં શ્રદ્ધા કપુરને જોઇ શકાય છે.

પ્રથમ પોસ્ટરમાં પ્રભાસ ઓલ બ્લેક લુકમાં નજરે પડી રહ્યો છે. બીજા પોસ્ટરમાં શ્રદ્ધા કપુરના ગ્લેમર અંદાજનેજોઇ શકાય છે. તે ગ્રીન કલરના શોર્ટ ડ્રેસમાં નજરે પડી રહી છે. આ લુકને જોઇને લાગે છે કે આ ગીત પાર્ટી સોન્ગ હોઇ શકે છે. પોસ્ટર્સ શેયર કરીને પ્રભાસે લખ્યુ છે કે હે ડાર્લિગ્સ સાહોના પ્રથમ ગીતનો સમય હવે આવી ગયો છે. ધ સાઇકો સૈયા માટે ટીજર હવે ટુંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે. આ પોસ્ટરને હજુ સુધી છ લાખ ૨૬ હજાર થી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે.

ફિલ્મ  સાહોના ટીજરને ૧૩મી જુનના દિવસે જારી કરવામાં આવ્યા બાદથી ભારે ચર્ચા ફિલ્મને લઇને જાવા મળી રહી છે. ફિલ્મમાં જોરદાર એક્શન સીન અને શાનદાર સંગીતના કારણે તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. પ્રભાસ અને શ્રદ્ધા અભિનિતિ આ  ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે જારી કરવામાં આવનાર છે. આને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. પ્રભાસની આ ફિલ્મ  ૩૦૦ કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેથી જોરદાર રહે તે સ્વાભાવિક છે.

Share This Article