પ્રભાસની આવનારી મેગ્નમ ઓપસ ફિલ્મ ‘સાહો’ના રિલીઝ થયેલા ટીઝરમાં આપણને એક અત્યાધુનિક શહેર જોવા મળ્યું હતું. આ એક એવા અકલ્પનીય મોડર્ન શહેર જેવું દેખાઇ છે, જેવું અત્યાર સુધી જોવામાં નથી મળ્યું. ઊંચી-ઊંચી બિલ્ડિંગ્સની આ કાલ્પનિક દુનિયામાં અદ્દભૂત એક્શન દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યા છે. આ શહેરમાં ફિલ્મનો હિરો પ્રભાસ બાઇક ચેઝિંગ સીનમાં એક્શન સ્ટંટ કરતો દેખાશે. શું તમે જાણો છો કે આ અવિશ્વસનીય દુનિયાને અબુ ધાબીના રણમાં ૬૫ કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવી હતી. આ કામને સ્વરૂપ આપ્યું હતું આ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર સાબૂ સિરિલે.
આ રીતે ફ્યુચર સિટીનો સેટ તૈયાર થયોઃ
‘બેટમેન સીરિઝ’ની ગોથમ સિટીથી ઇન્સ્પાયર્ડ – અમીરાતના રણમાં ભવિષ્યના સિટીની આબોહુબ પ્રતિકૃતિ બનાવવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રોડક્શન ડિઝાઇનર સાબૂને ૨ વર્ષનો સમય લાગ્યો. તેમણે આઠ વખત અબુધાબીની સફર કરી. તેમણે ‘બેટમેન સીરિઝ’માં દર્શાવેલા ગોથમ શહેરનું ઉદાહરણ સામે રાખ્યું અને ‘સાહો’ની અકલ્પનીય દુનિયાનું નિર્માણ શરૂ કર્યુ.
શું કહ્યું સાબૂએ? – અમારી ફિલ્મ્સમાં પહેલા ક્યારેય આવું કંઈ જોવા નથી મળ્યું. જિયોગ્રાફિકલ પોઝિશન અને મોટી જગ્યાના ફાયદાના કારણે અમે અબુ ધાબીમાં આ સેટઅપ ક્રિએટ કર્યો હતો. તેમાં અમને ઘણો સમય લાગી ગયો પરંતુ અમે તેને જેટલું શક્ય હતું એટલું પર્ફેક્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ટીમ બિલ્ડિંગમાં પ્રભાસની સલાહ – સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપરવાઇઝર ડેનિલો બોલેટિની જે પહેલા ‘વંડર વુમન’ (૨૦૧૭) અને ‘એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોન’ (૨૦૧૫) પર કામ કરી ચૂક્યા છે તે પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયા. વીએફએક્સ સુપરવાઇઝર કમલાકન્નન અને તેમની ટીમને વિશેષ રૂપથી પ્રભાસના કહેવા પર આ ફિલ્મ સાથે જોડવામાં આવ્યા.
વર્લ્ડના બેસ્ટ ટેક્નિશિયન સામેલ – આ સેટ બનાવવાનો ટાસ્ક માત્ર સેટ ડિઝાઇનર્સ ઉપર નહતો. આ કામમાં વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ આર્ટિસ્ટ અને ડિજીટલ કમ્પોઝિટર્સની પણ મદદ લેવામાં આવી હતી. સાબૂ અને ફિલ્મના ડિરેક્ટર સુજીથે ૩૦૦ કલાકારોની ટીમ તૈયાર કરી. ઇન્ટરનેશનલ ટેક્નિશિયનને પણ આ કામમાં સામેલ કરવામાં આવ્યા.