સા રે ગા મા પા માટે શહેરમાં ૩૦ ઓગસ્ટે ઓડિશન રહેશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ: સા રે ગા મા પા લિટલ ચેમ્પની ગત વર્ષની મોટી સફળતા બાદ ઝી ટીવીનો પ્રતિકાત્મક સૌથી લાંબો ચાલતો અને સૌથી વધુ પ્રસિદ્ધ સિંગીંગ રિયાલિટી શો, સા રે ગા મા પા, દેશના ઉભરતા ગાયકોને તેમનો સોનેરી અવાજ સંભળાવવાની તથા સંગીતની દુનિયામાં આકર્ષક કારકિર્દી બનાવવાની તક આપવા માટે પાછો આવી રહ્યો છે.

આ શોની પહેલાની સિઝનમાં ભારતના સંગીત જગતના  જાણીતા સિતારાઓ જેવા કે, શ્રેયા ઘોષાલ, કુનાલ ગાંજાવાલા, કમાલ ખાન, અમાનત અલી, રાજા હસન, સંજીવની અને બેલા શિંદે સહિતની હસ્તીઓએ નવોદિત ગાયકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા નવા કલાકારોને એક નવી રાહ અને માર્ગદર્શન ચિંધ્યા છે. બોલિવૂડ અને હિન્દી સંગીતનો ટ્રેન્ડ હવે, સમગ્ર વિસ્તરીત થઈ રહ્યો છે, ત્યારે ઝી ટીવીના અત્યંત સફળ સિંગીંગ રિયાલિટી શો સા રે ગા મા પામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકો માટે અમદાવાદ શહેરમાં તા.૩૦મી ઓગસ્ટના રોજ ઉમિયા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ, સોલા ભાગવત વિદ્યાપીઠની બાજુમાં, એસ.જી. હાઈવે ખાતે રાખવામાં આવ્યું છે એમ અત્રે શો ના ઓડિશન માટે ખાસ અમદાવાદની મુલાકાતે આવેલી પાછલી સિઝનની સફળ કલાકાર અને જાણીતી ગાયિકા સુમેધા કરમાહેએ જણાવ્યું હતું.

સુમેધાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સોમાં જે સ્પર્ધકોએ ઝી ફાઇવની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેઓ ભાગ લઇ શકશે. તેમનું સ્થાન નોંધાવવા માટે ઝીફાઇવ.કોમ/સારેગામાપા પર લોગ ઓન કરવાનું રહેશે. તેણીએ ઉમેર્યું કે, ઝી ટીવીનો સૌથી સફળ સિંગીંગ રિયાલિટી શો સા રે ગા મા પા સંગીતની દુનિયામાં કારકિર્દી બનાવવા ઇચ્છતા તમામ નવોદિતો અને કલાકારોને એક અનોખું પ્લેટફોર્મ અને ઉમદા તક પૂરી પાડે છે.  આ સિઝન ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ બોલિવૂડ સંગીતની ઘેલછા ધરાવતા વિદેશી નાગરીકો માટે ખુલ્લી છે. બે-ત્રણ મહિનામાં જ સા રે ગા મા પાની નવી સિઝનની શરૂઆત થઇ જશે. જાણીતા ગાયિકા સુમેધા કરમાહેએ વધુમાં જણાવ્યું હતું કે,  ઝી ટીવીની નવી બ્રાન્ડ વિચારસરણી ‘આજ લિખેંગે કલ’ને ધ્યાને રાખીને આ ચેનલ ભારતની પ્રતિભાશાળી ગાયકોને પાંખો આપવા માટે શહેરના ઓડિશનો સાથે તૈયાર છે. મેં મારી સફળતા સા રે ગા મા પાથી મેળવી છે, જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગનો સૌથી વધુ પસંદગી પામતો સિંગીંગ રિયાલિટી શો છે કે જેણે પ્રતિભાશાળી ગાયકોને તેમનો સોનેરી અવાજ સંભળાવવા માટેનું પ્લેટફોર્મ પુરું પાડ્‌યું છે અને સંગીત વિશ્વમાં કંઇક અલગ કારકીર્દી બનાવવાની તક આપી છે. એ ખરેખર મારી સદનસીબી છે કે, હું સા રે ગા મા પાનો હિસ્સો બની છું. આ શોએ મને ખરેખર ગાયકીનો અર્થ સમજાવ્યો જેને મને, આંતરિક ટેકનોલોજી સમજાવી છે અને કલાનો અર્થ સમજાવ્યો. જે જ્ઞાન અને વિસ્તરણ મને શોથી મળ્યું છે, તે અદ્દભુત છે.

હું આજે અમદાવાદની મુલાકાત લઇને તથા શહેરની અદ્દભુત પ્રતિભાને આ શોની આગામી સિઝનના ઓડિશન માટે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરીને અત્યંત ખુશ છું. હું શહેરના દરેક ઉભરતા ગાયકોને આગળ આવવા તથા ઓડિશનમાં ભાગ લેવા માટે અનુરોધ કરું છું. તો, જો તમને એવું લાગતું હોય કે, તમારા સુમધુર અવાજથી લોકોના દિલ જીતવાની ક્ષમતા છે અને તમે રાષ્ટ્રનો અવાજ બની શકશ તો, સા રે ગા મા પા ૨૦૧૮ના ઓડિશન માટે તૈયાર થઈ જાવ અને તમારી પ્રતિભાને રાષ્ટ્રિય ટીવી પર બતાવવાની તક આપો. સા રે ગા મા પા અમદાવાદનું ઓડિશન ગુરુવાર, ૩૦મી ઓગસ્ટના રોજ ઉમિયા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ, સોલા ભાગવતવિદ્યાપીઠની બાજુમાં, સોલા, એસજી હાઇવે પર યોજાશે. આગામી દિવસોમાં ભુવનેશ્વર, ગુવાહાટી, ચંદિગઢ, પટના, જયપુર, ઇંદોર, નાગપુર, કોલકત્તા, બેંગ્લોર, દહેરાદુન, મુંબઈ અને દિલ્હી ખાતે પણ ઓડિશન યોજાશે.

Share This Article