દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરોએ PWD કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. ACBએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાઢુના પુત્ર વિનય બંસલની ધરપકડ કરી છે. વિનય બંસલની ACBએ આજે સવારે ધરપકડ કરી છે.
PWDમાં નકલી કૌભાંડના આરોપમાં આ ધરપકડ કરાઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાઢુની કંપનીએ રોડ અને સીવરના ઠેકાણાએ છેતરપિંડી કરી હતી. કંપનીના બનાવટી બિલ રજૂ કરીને સરકારને 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. બંસલની ધરપકડની પુષ્ટિ એન્ટી ગ્રાફ્ટ યુનિટના પ્રમુખ સ્પેશલ પોલીસ કમિશ્નર અરવિંદ દીપે કરી છે.
અરવિંદ દીપે જણાવ્યુ, વિનય બંસલ પોતાના પિતા સુરેન્દ્ર બંસલ સાથે આ ફર્મમાં પાર્ટનર હતો. PWD સ્કેમ કેસમાં એ કંપનીએ નિર્માણ કાર્ય માટે ખરીદાયેલી સામગ્રીનું બિલ જમા કર્યું હતુ.