રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ ૧૪૦ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક વ્યક્ત કર્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલેલા એક મેસેજમાં પુતિને કહ્યું કે, ગુજરાત રાજ્યમાં પુલ તૂટી જવાથી જે દુઃખદ દુર્ઘટના થઈ છે, તેના પર અમારી હ્‌દયથી સંવેદના સ્વિકાર કરો. પીડિતોના પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતિ અને સમર્થન છે. તેની સાથે સાથે અમે આ વિપતીમાં પ્રભાવિત તમામ લોકો જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ. પોલેન્ડના વિદેશ મંત્રીએ પણ ગુજરાતના મોરબીમાં પુલ તૂટવાની ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

પોલેન્ડના વિદેશ મંત્રી જબિગન્યૂ રાઉએ ગુજરાતમાં મોરબી પુલ તૂટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ શહેરનું પોલિશ અને ભારતીય સંબંધોમાં એક વિશેષ સ્થાન છે.પોલિશ વિદેશ મંત્રીએ ટિ્‌વટર પર કહ્યું કે, ગુજરાતના મોરબીમાં થયેલી ત્રાસદી માટે ભારત પ્રત્યે મારી ઊંડાણપૂર્વક અને ગંભીર સંવેદના. મંત્રીએ ભારત અને પોલેન્ડની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને યાદ કરતા કહ્યું કે, ૧૯૪૧માં જ્યારે દ્વિતિય વિશ્વ યુદ્ધ છેડાયું હતું, ત્યારે ભારતમાં કેટલાય પોલિશ લોકોએ શરણ લીધી હતી. જેમાં બાળકો પણ સામેલ છે. યુદ્ધ દરમિયાન પોલેન્ડના લોકોને આશ્રય આપવાની કેટલાય દેશોએ ના પાડી દીધી હતી. ત્યારે ગુજરાતના નવનગર રાજ્ય પોલિશ લોકોને બતાવવા માટે આગળ આવ્યા હતા. એક નાના રજવાડાના મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાએ તે સમયે ન ફક્ત વિશ્વ યુદ્ધના કારણે ફસાયેલા પોલીશ લોકો માટે દરવાજા ખોલ્યા પણ બ્રિટિશ સરકાર સામે સંઘર્ષ પણ કર્યો, અને કુપોષિત બાળકોને આશરો આપ્યો હતો.

Share This Article