યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૬૫ ઝડપાયેલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા તેવું સંરક્ષણ મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું
ડઝનેક યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી પરિવહન વિમાન ક્રેશ થયું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર બુધવારે રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાં રશિયન ઇલ્યુશિન ઇલ-૭૬ લશ્કરી પરિવહન વિમાન ક્રેશ થયું હતું. સંરક્ષણ મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું કે,“વિમાનમાં ૬૫ ઝડપાયેલા યુક્રેનિયન સૈનિકો હતા, જેમને બેલગોરોડ ક્ષેત્રમાં લઈ જવામાં આવી રહ્યા હતા”. તેમાં છ ક્રૂ મેમ્બર અને ત્રણ એસ્કોર્ટ હતા. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ટ્રાન્સપોર્ટ પ્લેનમાં ૬૫ યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જવામાં આવ્યા હતા.R-૭૬ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સૈનિકો, કાર્ગો અને લશ્કરી સાધનોને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં સામાન્ય રીતે પાંચ લોકોનો ક્રૂ હોય છે અને તે ૯૦ જેટલા મુસાફરોને લઈ જઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયે સમાચારની પુષ્ટિ કરી છે કે તાજેતરના અઠવાડિયામાં યુક્રેનિયન મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા નિયમિતપણે નિશાન બનાવવામાં આવતા ઇલ્યુશિન ઇલ-૭૬ ક્રેશ થયું છે. રશિયન સુરક્ષા સેવાઓ સાથે જાેડાયેલ ચેનલ બાઝા દ્વારા મેસેન્જર એપ ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં એક વિશાળ પ્લેન જમીન તરફ પડતું અને વિશાળ અગનગોળામાં વિસ્ફોટ કરતું બતાવે છે. પ્રાદેશિક ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેણે “ઘટના” ને કારણે તેનું સમયપત્રક બદલ્યું છે અને તપાસકર્તાઓ અને કટોકટી કામદારો પહેલેથી જ કોરોચાન્સકી જિલ્લાની એક સાઇટ પર પહોંચી ગયા છે. ક્રેમલિને કહ્યું કે તે અહેવાલોની તપાસ કરી રહી છે.

Share This Article