આધુનિક સમયમાં દુનિયાના શક્તિશાળી દેશો અમેરિકાના પ્રભાવને ખતમ કરવા માટેની દિશામાં આગળ વધી રહ્યા છે. આવા જ દેશોમાં રશિયા પણ સામેલ છે. રશિયા છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકી ડોલર પર પોતાની નિર્ભરતાને ઘટાડી દેવા માટેના પ્રયાસમાં છે. આ જ કારણસર રશિયાએ સેકન્ડ વર્લ્ડ વોર માટેથી જારી કોલ્ડ વોર અને કેટલાક વર્ષોના પ્રતિબંધ બાદ તેની અસરમાંથી બહાર નિકળી જવા માટે રશિયા દ્વારા આક્રમક નિતી તૈયાર કરવામાં આવી રહી છે. રશિયા હવે અમેરિકી ડોલર પર પ્રભુત્વને ખતમ કરવાના પ્રયાસમાં છે. અમેરિકા અને રશિયા વચ્ચે ખેંચતાણ નવી નથી. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરની ભૂમિકાને ઘટાડી દેવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
આ ફેરફાર રશિયાની અર્થવ્યવસ્થાને ડોલર મુક્ત કરવાની દિશામાં કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના પ્રતિબંધોના ખતરાને અને અસરને ઘટાડી દેવાની દિશામાં રશિયાના પ્રમુખ પુટિન આગળ વધી રહ્યા છે. રશિયાની રણનિતીના એક હિસ્સા તરીકે તે છે. કેન્દ્રિય બેંક ગયા વર્ષે પોતાના ડોલરના અડધા હિસ્સાને ડંપ કરવામાં સક્ષમ હોવાની વિગત સપાટી પર આવી હતી. પરંતુ કેટલીક લેવડદેવદમાં ગ્રીન બેંકના ઉપયોગના કારણે વેપારની ગતિ ધીમી રહી હતી. જેથી તેને ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય બેંકના આંકડા મુજબ રશિયાની નિકાસમાં યુરોની હિસ્સેદારી અમેરિકાના ડોલરની તુલનામાં એક ચતુર્થાશ વધી છે. યુરોપિયન યુનિયન અને ચીનની સાથે વેપારમાં સામાન્ય ચલણ ડોલરની સરખામણીમાં આગળ છે. જ્યારે ભારતની સાથે રૂબલ (રશિયાની ચલણ) માં વેપારમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આયાત લેવડદેવડમાં ડોલરની હિસ્સેદારી આશરે એક તૃતિયાંશ સાથે અકબંધ છે. મોસ્કોના જાણકાર લોકોનુ કહેવુ છે કે રશિયન પ્રમુખ પુટિન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. ડોલરના પ્રભાવને અને તેના પર આત્મનિર્ભરતાને ઘટાડી દેવાની તાકીદની જરૂરિયાત પહેલા પણ દેખાઇ રહી હતી.
હવે પણ દેખાઇ રહી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે રશિયા જ નહીં બલ્કે તેના વેપારી સહયોગીઓ માટે પણ એક બાબત પ્રોત્સાહનજનક તરીકે ઉભરી રહી છે. યુરોપિયન યુનિયન પણ હાલમાં વેપાર દબાણ હેઠળ જોવા મળે છે. તેમનુ કહેવુ છે કે સાથી દેશો પણ ડોલર પર આત્મનિર્ભરતાને ઘટાડી દેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનમાં રશિયાની નિકાસ માટે ડોલરની સરખામણીમાં યુરો હવે પસંદગીના ચલણ તરીકે છે. ગયા વર્ષે ૩૨ ટકા યુરોની હિસ્સેદારી રહી હતી. જે આ વર્ષે ત્રિમાસિક ગાળામાં વધીને ૪૨ ટકા કરતા વધારે થઇ ગઇ છે. રશિયાના નાણાં પ્રધાન એન્ટોન સેડે ડિસેમ્બર મહિનામાં કહ્યુ હતુ કે રશિયાનો વાર્ષિક વેપારનો આંકડો ૬૮૭.૫ અબજ ડોલરનો રહેલો છે. જે પૈકી અડધાથી વધારે હજુ પણ ડોલર પર નિર્ભર છે. આવી સ્થિતીમાં યુરો અને રૂબલને મહત્વ આપવામાં આવે તેવા પ્રયાસ રશિયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવ્યા છે. અલબત્ત આમાં અમેરિકાની સાથે વેપાર પાંચ ટકાની આસપાસ છે. ડોલરને ઓછા કરવા માટે રશિયા દ્વારા આક્રમક આર્થિક નિતી તૈયાર કરવામાં આવી રહી છે.
ડોલર પર આત્મનિર્ભતાને ઘટાડી દેવા પાછળ કેટલાક હેતુ રશિયાના રહેલા છે જે પૈકી એક હેતુ એ છે કે એક તૃતિયાંશ આંતરરાષ્ટ્રીય લેવડદેવડમાં જે વિલંબ થાય છે તેને ઘટાડી દેવાનો રહેલો છે. કારણ કે પશ્ચિમી કંપનીઓ આની તપાસ પણ કરે છે. લેવડદેવડ ક્યાં યોગ્ય છે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ચીનની સાથે રશિયાના ૧૦૮ અબજ ડોલરના વેપારમાં યુરોની ભૂમિકા મજબુત થઇ રહી છે. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ હિસ્સેદારી એક તૃતિયાંશ વધી છે. જે વર્ષ ૨૦૧૮માં નહીંવત સમાન હતી. રશિયન નાણાં મંત્રાલયના ટોપના અધિકારીઓનુ કહેવુ છે કે મુડીવાદી પ્રતિબંધના કારણે યુઆનમાં વેપાર મુશ્કેલ છે. જે વિદેશીઓની ચીની સંપત્તિ સુધી પહોંચને કમજોર કરે છે. યુઆન પૂર્ણ રીતે પરિવર્તનશીલ નથી. આનો અર્થ એ થયોકે આ વિશ્વ વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે તેમ નથી. રશિયાની વ્યુહરચના ખુબ યોગ્ય રીતે આગળ વધી રહી છે. આગામી દિવસોમાં રશિયાની નીતિ પણ વધારે અસરકારક રહી શકે છે. રશિયામાં પુટિન શક્તિશાળી નેતા તરીકે વર્ષોથી રહેલા છે. હાલમાં રાજનીતિમાં તેમની ભૂમિકા સક્રિય રીતે જોવા મળે છે. આવી સ્થિતીમાં અમેરિકી ડોલર પર આત્મનિર્ભરતાને તેઓ ઘટાડી દેવામાં ચોક્કસપણે સફળ રહેશે તેમ માનવામાં આવે છે.