રશિયા પાસે ૬૫૦૦ બોંબ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોલ્ડવોર થયા બાદ પરમાણુ હથિયારો અને ખતરનાક શસ્ત્રો રાખવાના વલણમાં દુનિયાના દેશોમાં ઘટાડો થયો છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ પરમાણુ હથિયારોની સંખ્યા ઉલ્લેખનીય રીતે ઘટાડી રહ્યા છે. જો કે વિશ્વના દેશોના પક્ષપાતી વલણના કારણે પરમાણુ બોંબ આજે પણ દુનિયાના તમામ શક્તિશાળી દેશો પાસે રહેલા છે. આંકડા દર્શાવે છે કે આજે પણ શક્તિશાળી રશિયાની પાસે સૌથી વધાર ૬૫૦૦ પરમાણુ હથિયારો રહેલા છે.

આવી જ રીતે અમેરિકાની પાસે ૬૧૮૫ પરમાણુ બોંબ રહેલા છે. ફ્રાન્સની પાસે ૩૦૦, ચીનની પાસે ૨૯૦, બ્રિટનની પાસે ૨૧૬, ઇઝરાયેલની પાસે ૮૦, પાકિસ્તાનની પાસે ૧૪–૧૫૦ અને ભારતની પાસે ૧૩૦-૧૪૦ પરમાણુ બોંબ રહેલા છે. દુનિયાના આ તમામ દેશો પાસે પરમાણુ બોંબ છે પરંતુ સૌથી વધારે ચિતા પાકિસ્તાન તરફથી દુનિયાના દેશોને રહે છે. કારણ કે પાકિસ્તાનમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓની પાસે પરમાણુ બોંબ જવાનો ખતરો  હમેંશા રહે છે.

આ જ કારણસર અમેરિકા અને ભારત સહિતના દેશો વારવાર આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. ભારત સહિત અન્ય તમામ દેશો તોખુબ સાવધાન આવા હથિયારોને લઇને રહે છે. સૌથી વધારે ખતરો પાકિસ્તાન અને ઉતર કોરિયાને લઇને રહે છે. હાલમાં ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોને ખતમ કરવા માટે અમેરિકાએ એક અભિયાનની શરૂઆત કરી હતી. જો કે તેમાં સફળતા મળી નથી.

Share This Article