ભારત અને રુસ ની દોસ્તી વર્ષોથી મજબૂત રહી છે. ઘણા મુશકેલ સંજોગોમાં રુસે ભારતને સાથ પણ આપ્યો છે. રુસ અને ભારતમાં કોઇની પણ સરકાર હોય બંને દેશના સંબંધો સમાન રહ્યા છે. કાશ્મીર મામલે પણ રુસ હંમેશા ભારત તરફી જ રહ્યુ છે,પરંતુ થોડા સમયથી રુસે પાકિસ્તાન અને ચીન તરફ દોસ્તી વધારી છે અને ભારતને કંઇક ખોટુ થઇ રહ્યુ હોવાની શંકા થઇ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રુસની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે અને તે પાકિસ્તાન તથા ચીનની વધુ નજીક જઇ રહ્યું છે જે ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે. રુસના વિદેશમંત્રી જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ભારતને ચીનના એબોર પ્રોજેક્ટમાં હિસ્સેદાર બનવાની સલાહ આપી હતી. આ બાબત ભારતની મુશ્કેલી વધારવા માટે કાફી છે.
ચીન અને પાકિસ્તાનની દોસ્તી હંમેશાથી ભારત માટે હાનિકારક સાબિત થઇ છે અને આ વખતે દોસ્તીમાં ઉંડાણ દેખાઇ રહ્યું છે. રુસની પાકિસ્તાન અને ચીનની અંગત બાબતોમાં દખલગીરી ભારત માટે નકશાનકારક બની રહેશે. જ્યારે ડોકલામ વિવાદ થયો હતો ત્યારે ચીન અને ભારત બંને તરફ સેના તૈનાત હતી જેમાં રુસે ભારતનો સાથ આપ્યો હતો. હવે એ જ બાબત ઉપર રુસ ચૂપ છે તો આ ચુપ્પીનો મતલબ સંશય પેદા કરે છે. જો રુસ ચીન અને પાકિસ્તાન સાથે દોસ્તી કરી લેશે તો ભારત માટે આ ખતરાની ઘંટી સાબિત થશે.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more