રૂપિયો નબળો નથી, ડૉલર મજબૂત થઈ રહ્યો છે : ર્નિમલા સીતારમણે રજૂ કર્યો તર્ક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતના નાણામંત્રી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ર્નિમલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં રવિવારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભારતની હાલની આર્થિક સ્થિતિ પર તેમણે કહ્યું કે, રૂપિયા નબળો નથી થતો, પણ આપણે તેને એવી રીતે જોવું જોઈએ કે, ડોલર મજબૂત થઈ રહ્યો છે. પણ બીજી માર્કેટ કરન્સી જોઈએ તો, રૂપિયો ડોલરની સરખામણીમાં ઘણુ સારુ કરી રહ્યો છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે, માઈક્રોનોમિક્સના ફંડામેંટલ સારા છે અને વિદેશી મુદ્રા ભંડાર સારુ છે. આપણે એક આરામદાયક સ્થિતિમાં છીએ અને એટલા માટે વારંવાર મુદ્રાસ્ફીતીને એક મેનેજમેન્ટ સ્તર પર લાવી રહ્યું છું.અમે તેને વધુ નીચેના સ્તર પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉન્નત દેશોને પોતાના રાજકીય અને આર્થિક ર્નિણયોના વૈશ્વિક ફેલાવની જવાબદારી લેવી જોઈએ.તેમના આ નિવેદન પર પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો, જેના પર ર્નિમલા સીતારમણને કહ્યું કે, મેં મીટિંગની અંદર કહ્યું હતું, સંયોગથી આ તમામ દક્ષિણ દેશોમાંથી આવતા હતા.

Share This Article