મુંબઇ: ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો હજુ સુધીના સૌથી રેકોર્ડ નીચલા સ્તર ઉપર પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયો ૭૪.૦૬ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સતત નાણાં પાછા ખેંચવાના વલણ વચ્ચે ડોલર સામે રૂપિયો પ્રથમ વખત ૭૪ની નીચે પહોંચી ગયો હતો. અંતે ૧૮ પૈસા ઘટીને ૭૩.૭૬ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારના દિવસે રૂપિયાની આ સ્થિતિ રહી હતી. આજે રૂપિયો ૭૪.૦૬ની સપાટી સુધી ગબડી ગયો હતો. ચીનની રિઝર્વ બેંક દ્વારા રવિવારના દિવસે એટલે કે ૧૭મી ઓકટોબરથી આરઆરઆરમાં એક ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
જેના પરિણામ સ્વરૂપે બેન્કીંગ વ્યવસ્થામાં ૧૦૯.૨ અબજ ડોલરની વધારાની રકમ આવશે. ફોરેક્સ ડિલરોનું કહેવું છે કે દુનિયાના મોટા દેશોના ચલણની સરખામણીમાં ડોલરની મજબૂત સ્થિતિ હવે જાવા મળી રહી છે. શુક્રવારના દિવસે ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા ઘટીને ૭૩.૭૬ ઉપર બંધ રહ્યો હતો. દિવસમાં કારોબારના સમયે તેનો આંકડો એક વખતે ૭૪.૨૩ સુધી નીચે પહોંચી ગયો હતો. બજારમાં ભારે અફડાતફડીના દોર વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચી લીધા હતા.
છેલ્લા ચાર કારોબારી સેશનમાં ભારતીય મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારોએ ૯૩૦૦ કરોડ રૂપિયા અથવા તો ૧.૩ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. એફપીઆઈ તરફથી પાછા નાણાં ખેચવાના પરિણામ સ્વરુપે શેરબજાર પણ હચમચી ઉઠ્યું હતું. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત વધારો જારી રહ્યો છે. ડોલર સામે રૂપિયાની કિંમતમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. આ પહેલા ગયા મહિનામાં ઉથલ પાથલ રહી હતી.