મુંબઇઃ શેરબજારમાં આજે સવારે જોરદાર તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૮૧ પોઇન્ટ ઉછળીને ૩૭૮૪૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઉછળીને ૧૧૪૦૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. બીજી બાજુ ડોલરની સામે રૂપિયામાં પણ અફતાતફડી જારી રહી છે. રૂપિયો હાલમાં ડોલરની સામે ૬૦.૦૮ની સપાટી પર છે. રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. ઇન્ટ્રા ડે દરમિયાન રૂપિયો ડોલર સામે વધુ ઘટી ગયો છે. આજે દિવસ દરમિયાન શેરબજારમાં તેજી રહી શકે છે.
સ્વતંત્રતા દિવસના પ્રસંગે બુધવારના દિવસે શેરબજારમાં રજા રહેશે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો.
પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સ ૨૨૪ પોઇન્ટ ઘટીને ૩૭૬૪૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૪ પોઇન્ટ ઘટીને ૧૧૩૫૬ની નીચી સપાટીએ રહ્યો હતો.