અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા હતા. વલસાડમાં એક જનસભાને સંબોધતા મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, હાલમાં દેશમાં એક એવી સરકાર છે જે સંકલ્પની સાથે સાથે ચોક્કસ સમયગાળામાં કામ કરી રહી છે. મોદીએ પોતાના ભાષણમાં સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન વાજપેયીને પણ યાદ કર્યા હતા. વલસાડમાં મોદીના કાર્યક્રમની સાથે સાથે નીચે મુજબ છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મુખ્ય સચિવ ડા. જેએન સિંઘ દ્વારા સ્વાગત કરાયું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક હજાર ઉપરાંત બહેનો કળશ અને આદિવાસી અસ્મિખતાને ઊજાગર કરતી વિવિધ નૃત્યનમંડળીઓ દ્વારા પ્રવેશદ્વારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું
- જુજવા વલસાડ ખાતે વડાપ્રધાનએ પ્રધાનમંત્રી આવાસ યોજના અને અસ્ટોલ પાણી પુરવઠા યોજના થ્રીડી મોડેલ પ્રદર્શનને નિહાળ્યું
- લાખોની જનમેદની વચ્ચે વંદે માતરમ, ભારત માતાકી જય, મોદી મોદીના નારા સાથે સભામંડપ ગુંજી ઊઠયો
- ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવા બદલ વડાપ્રધાનનું ઓબીસી સમાજના આગેવાનો દ્વારા સ્વાગત
- એસટી, એસસીના હિતમાં બંધારણમાં સુધારો કરી, કાયદાને મુળ સ્થિતિમાં લાવવા બદલ વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન
- વડાપ્રધાનના હસ્તે રાજયના ૨૬ જિલ્લાના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાવાયો
- વડાપ્રધાનના હસ્તે ધરમપુર અને કપરાડા તાલુકાને આવરી લેતી ૧૭૪ ગામોની અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનો ઇ-શિલાન્યોસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના ૨૬ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ઇ-માધ્યડમ વડે સીધો સંવાદ કર્યો
- વડાપ્રધાનના ભાષણ દરમિયાન ઉપÂસ્થત લાખોની જનમેદનીએ મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે ના નારા સાથે સભામંડપ ગજવ્યો
- વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી કૌશલ્ય્ યોજનાના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને નિમણૂકપત્ર વિતરણ કરાયા
- મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ પ્રમાણપત્રો અને નિમણૂકપત્રો એનાયત કરાયા
- વડાપ્રધાનના હસ્તે ગ્રામ વિકાસ એજન્સીની લાઇવલી હુડ દ્વારા ગ્રામ્ય સખીસંઘને સાત લાખનો ચેક અર્પણ કરાયો
- સખીમંડળને પાંચ લાખનો ચેક અર્પણ કરાયો.