વરદાયીની માતા સાથે પૌરાણિક કથા પણ છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રૂપાલમાં બિરાજતા વરદાયીની માતાજીનું પૌરાણિક મહત્વ પણ રહેલું છે. માતાજીની પલ્લી સાથે પ્રાચીન કથા જોડાયેલી છે, જે મુજબ દ્વાપર યુગમાં પાંડવ જ્યારે જુગારમાં હારી ગયા હતા ત્યારે ૧૨ વર્ષના વનવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન પાંડવોએ વરદાયીની માતાજીની પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના આશીર્વાદથી જ પાંડવો મહાભારતના યુદ્ધમાં વિજય થયા હતા.

વિજય મેળવ્યા બાદ પાંડવોએ સુદ નોમના દિવસે પાંડવો, કૃષ્ણ, દ્રોપદી અને સેના સાથે વરદાયીની માતાના મંદિરમાં આવ્યા હતા. અહીં સોનાની પલ્લી બનાવીને ગામમાં પલ્લી યાત્રા કાઢી હતી. તે સમયથી જ પલ્લીનો સિલસિલો શરૂ થયો હતો. રૂપાલમાં રાત્રિ ગાળાનો માહોલ જાઈને પલ્લીની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. ભક્તોનો મહેરામણ બુધવાર બપોરથી જ જોવા મળ્યો હતો.

Share This Article