અમદાવાદ : અગ્રણી એકીકૃત ઇલેક્ટ્રિકલ અને ફાયરફાઇટિંગ સર્વિસિસ પ્રોવાઇડર રુલકા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે નવેમ્બર, 2024માં કુલ રૂ. 32.81 કરોડના 22 નવા વર્ક ઓર્ડર્સ પ્રાપ્ત કર્યાંની જાહેરાત કરી છે. આ નવા ઓર્ડર્સ સાથે નવેમ્બર, 2024 સુધીમાં કંપનીની કુલ ઓર્ડર બુક રૂ. 58.79 કરોડ થવા પામે છે તેમજ આગામી 15 થી 18 મહિનામાં આવક પ્રાપ્ત થવાની આશા છે. આ નવા ઓર્ડર્સમાં એવન્યુ સુપરમાર્ટ લિમિટેડ, ઇન્ડોસ્પેસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ, હોરાઇઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ (બ્લેકસ્ટોન ગ્રૂપ), પાલવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ (લોઢા ગ્રૂપ), આઇએલવી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ, ડીબીજી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ (વેલ્સ્પન), રનવાલ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, પાવર ઓફ વન લોજિસ્ટ્રિક્સ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ અને સીએન ટેક એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ વગેરે સહિતના ક્લાયન્ટ્સ સામેલ છે.
આ અંગે રુલકા ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડના હોલટાઇમ ડાયરેક્ટર નીતિન આહેરે જણાવ્યું હતું કે, નવા ઓર્ડરનો તાજેતરનો પ્રવાહ અમારી કુશળતામાં અમારા ગ્રાહકોના વિશ્વાસ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા, વિશ્વસનીય ઈલેક્ટ્રીકલ સોલ્યુશન્સ ડિલિવર કરવા માટેની અમારી અતૂટ કટીબદ્ધતા દર્શાવે છે. ચૂંટણીનો સમય હવે પાછળ રહી ગયો છે તેમજ ચોમાસા બાદ આર્થિક ગતિવિધિઓ વેગ પકડવાને કારણે અમે અમારી માગમાં મજબૂત સુધારો જોઈ રહ્યા છીએ. અમારી સમર્પિત ટીમ અને એક મજબૂત ઓપરેશનલ ફ્રેમવર્ક દ્વારા સમર્થિત રુલકા ઇલેક્ટ્રિકલ્સ અમારા તમામ પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટતા ચાલુ રાખવા માટે આદર્શ સ્થિતિમાં છે.