ગાંધીનગર શહેરના ખુલ્લા રોડ ઉપર વાહન ચાલકો માતેલા સાંઢની જેમા વાહન હંકારતા હોય છે. શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ ઓવર સ્પીડ સહિતના વાહન ચાલકોને મેમા ફટકારે છે. ટ્રાફિક પોલીસની ઇન્ટરસેપ્ટર ઇનોવા કાર દ્વારા ઓવરસ્પિડમાં જતા વાહન ચાલકોને મેમા ફટકારવામાં આવે છે. તેવા સમયે હવે આરટીઓની ટીમ પણ ઓવરસ્પિડમાં વાહન હંકારતા વાહન ચાલકોને મેમા ફટકારવામાં આવી રહ્યા છે.
ગત મહિને આરટીઓ દ્વારા ૪૫ ઓવરસ્પિડના મેમા મોકવામાં આવ્યા હતા. પાટનગરમાં દિવસ કરતા રાત્રિના સમયે યુવકો રોડ ઉપર સ્ટંન્ટ કરવા નિકળતા હોય છે. તે ઉપરાંત અલગ અલગ પ્રકાનુ અવાજ પ્રદુષણ કરતા હોર્ન મારીને સિનિયર સિટીઝન હેરાન થઇ જાય તેવી સ્થિતિ કરી મુકતા હોય છે. જ્યારે રાત્રિના સમયે ખુલ્લા રોડ ઉપર અકસ્માતના બનાવો પણ બને છે. ઓવરસ્પિડમાં જતા વાહન ચાલકોને કંટ્રોલ માટે ટ્રાફિક પોલીસની ઇન્ટરસેપ્ટર ટીમ દ્વારા સીધા જ મેમો મોકલાવે છે. તે ઉપરાંત દંડવામાં પણ આવે છે. રોડ ઉપરના અકસ્માતોનુ પ્રમાણ ઘટાડવા માટે આરટીઓ કચેરી મેદાનમાં આવી છે.
આરટીઓ કચેરીને સ્કોર્પીઓ કાર આપવામાં આવી છે. જેમા ટ્રાફિક પોલીસને ઇનોવા કારમાં આપવામાં આવેલી તમામ સુવિધા આરટીઓ કચેરીને આપવામાં આવેલી કારમાં સુવિધા ઉભી કરાઇ છે. છેલ્લા એક મહિનાથી ઇન્ટરસેપ્ટર ચાલુ કરવામાં આવી છે. જેમાં ૩ કર્મચારીઓની ટીમ કામગીરી કરે છે. શહેરમાં વધુ સ્પિડમા હંકારતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગત મહિને ઓવરસ્પિડમાં દોડતા ૪૫ વાહન ચાલકોને મેમા ફટકારવામાં આવ્યા છે. આરટીઓ કચેરીની ઇન્ટરસેપ્ટરની ટીમ દ્વારા ખાસ કરીને શહેરના છેવાડે આવેલા રોડ ઉપર કામગીરી કરવામા આવી રહી છે. મોટા વાહનો ફૂલ સ્પિડમાં હંકારવાના કારણે અકસ્માતોનુ પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે. ત્યારે આગામી દિવસોમાં આરટીઓની ઇન્ટરસેપ્ટરની ટીમ દિવસ દરમિયાન વધારે કામગીરી કરશે અને જો શક્ય હશે તો મોડી રાત સુધી પણ કામગીરી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.