આરટીઈ પ્રવેશને લઇને હજુ અનેક જગ્યાઓ ઉપર દુવિધા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત : ગુજરાતભરમાં ૧૦મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ રહી છે. શૈક્ષણિક સત્ર શરૂ થવાથી પહેલા શિક્ષણ વિભાગે આરટીઈ પ્રવેશ પૂર્ણ કરી લેવાનો નિર્ણય કર્યો હતો તેમ છતાં હજુ સુધી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ નથી. આરટીઈના પ્રથમ ચરણની પ્રક્રિયાને લઇને પણ ચર્ચાઓ ચાલી રહી છે. માન્યતા રદ કરવા માટેની ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી.  પ્રવેશની પ્રથમ યાદી જારી થઇ ગયા બાદ પણ તમામ વાલીઓને વહેલીતકે સ્કૂલ લઇને પ્રવેશ લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે કોર્ટમાં કેસ ચાલતો હોવાના લીધે બીજા ચરણની યાદી મોડેથી જારી કરવામાં આવી હતી. આરટીઈ પ્રવેશ માટે જવાબદાર અધિકારીઓને પણ આ સંદર્ભમાં કોઇપણ પ્રકારની માહિતી નથી.

સુરતની સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ સર્જાયેલી છે. સુરત શહેરની અનેક સીબીએસઈ સ્કુલોમાં શૈક્ષણિક સત્રના અભ્યાસ માટે પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે. પ્રવેશ પ્રક્રિયા મોડેથી શરૂ થવાના કારણે સીબીએસઈમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે. હવે બીજી યાદી જાહેર થઇ નથી જેના પરિણામ સ્વરુપે વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે.

વિદ્યાર્થીઓને પણ આ સંદર્ભમાં માહિતી આપવામાં આવી રહી નથી. અમદાવાદ શહેરમાં મોટાભાગની સ્કુલોમાં આરટીઈ પ્રવેશ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આરટીઈ  હેઠળ કુલ સંખ્યા પૈકી ૧૦ ટકાની આસપાસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હજુ કેટલીક સ્કુલોમાં આ પ્રક્રિયા અધુરી રહી છે. સુરતમાં ઘણી સ્કુલોમાં આ પ્રક્રિયા બાકી રહી છે જ્યારે અમદાવાદમાં આ પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે.

TAGGED:
Share This Article