આગામી શૈક્ષણિક વર્ષમાં આર.ટી.ઇ. એકટ-૨૦૦૯ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓન લાઇન ફોર્મ ભરવાની મુદત તા.૫-મે-૨૦૧૮ આખરી હતી તે લંબાવીને તા.૮મી મે-૨૦૧૮ કરાઇ છે, એમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.
આર.ટી.ઇ. એકટ હેઠળ ઓન લાઇન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૮ મે રહેશે, જ્યારે ઓન લાઇન ભરેલા પ્રવેશ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: ૦૮/૦૫/૨૦૧૮ના બદલે તા.૦૯/૦૫/૨૦૧૮ રહેશે.