RSS એ રાંચીના મિશીનરીઝ ઓફ ચેરિટીમાંથી બાળકો વેચવાની વાત સાબિત થાય છે તો, મધર ટેરેસાને આપેલુ સન્માન ભારતરત્ન પાછુ લઇ લેવુ જોઇએ. RSSના દિલ્હી પ્રચાર પ્રમુખ રાજીવ તુલીએ કહ્યુ કે આ આરોપ સાબિત થશે તો મધર ટેરેસાને આપેલ સન્માન પાછુ લઇ લેવુ જોઇએ.
તુલીએ કહ્યુ હતુ કે, ભારતના નાગરિક નથી ઇચ્છતા કે ભારત રત્ન પર કોઇ પણ પ્રકારનો ડાઘ લાગે. મધર ટેરેસાને 1980માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ત્યારે પણ આવા આરોપ લાગ્યા હતા અને આજે પણ એ જ આરોપ મિશનરીઝ ઓફ ચેરિટી ઉપર લાગી રહ્યા છે. જો આ આરોપ સાબિત થશે તો, મધર ટેરેસાને આપેલ સન્માનને પાછુ ખેંચી લેવુ જોઇએ.
મધર ટેરેસાને ગયા વર્ષે જ વેટિકનથી સંતની ઉપાધિ મળી છે. જ્યારે તુલીએ કહ્યુ કે મધર ટેરેસાએ લોક કલ્યાણ માટે કામ નથી કર્યા. થોડા સમય પહેલા મમતા બેનર્જીએ મધર ટેરેસાને અને તેમની સંસ્થાને સમર્થન આપ્યુ હતુ.