રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ડાબેરીઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. આરએસએસ ચીફે કહ્યું કે બાળકોને તેમના પ્રાઈવેટ પાર્ટના નામ પૂછવા એ ડાબેરીઓનો હુમલો છે. ભાગવતે કેજી (કિન્ડરગાર્ટન)ના બાળકો તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે જાણે છે કે કેમ તે શોધવા માટેની શૈક્ષણિક કવાયતને ડાબેરી વાતાવરણના હુમલા તરીકે ગણાવી હતી. મહારાષ્ટ્રના પુણેમાં મરાઠી પુસ્તક જગાલા પોખરનારી દાવી વાલ્વીના વિમોચન પ્રસંગે એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે થોડા દિવસો પહેલા હું ગુજરાતની એક શાળામાં ગયો હતો. ત્યાં એક શિક્ષકે મને દ્ભG એટલે કે કિન્ડરગાર્ટન સ્કૂલમાંથી એક સૂચના બતાવી, જેમાં લખ્યું હતું કે શિક્ષકોને KG ૨ના બાળકોને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે ખબર છે કે કેમ તે જાણવા માટે કહેવામાં આવ્યું છે.
ભાગવતે વધુમાં કહ્યું કે ડાબેરી વાતાવરણ પર હુમલો થઈ રહ્યો છે અને લોકોના સહયોગ વિના આ શક્ય નથી. આરએસએસ ચીફે કહ્યું કે આજે આપણી સંસ્કૃતિની તમામ પવિત્ર વસ્તુઓ પર આ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ડાબેરીઓ પર મોટો હુમલો કરતા તેમણે કહ્યું કે ડાબેરીઓ માત્ર હિંદુઓ કે ભારતનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો વિરોધ કરે છે. ભાગવતે કહ્યું કે અમેરિકામાં નવી સરકાર બન્યા પછી (ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પછી) પહેલો આદેશ શાળાઓ સાથે સંબંધિત હતો, જેમાં શિક્ષકોને બાળકો સાથે તેમના લિંગ વિશે વાત ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાળકોએ પોતે જ આ અંગે ર્નિણય લેવો જોઈએ, જો કોઈ છોકરો કહે કે તે હવે છોકરી છે તો છોકરાને છોકરીઓ માટેના ટોયલેટનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ. આરએસએસ ચીફે કહ્યું કે ડાબેરીઓ અમેરિકન સંસ્કૃતિને ભ્રષ્ટ કરવા માંગે છે અને તેઓ આમ કરવામાં સફળ થયા છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર હિંદુઓ કે ભારતની વિરુદ્ધ નથી, પરંતુ સમગ્ર વિશ્વની વિરુદ્ધ છે.